સામાન્ય રીતે નેતાઓ સલાહ આપવામાં માનતા હોય છે, ત્યારે હીરા સોલંકી એરાહદારી હોય તો પણ માનવ ધર્મ નિભાવ્યો તે ઉદાહરણરૂપ કહી શકાય. પણ આ બનાવની જાણ સોમનાથ-વેરાવળ નગરપાલિકાના ફાયર સેફટી વિભાગને ન કરવામાં આવી હોય, સોમનાથ નજીકની હોટલોની ફાયર સેફટીના પ્રબંધ ઉપર ચોક્કસથી સવાલ ઉઠે છે.
સોમનાથ નજીક ખાનગી હોટલમાં લાગી આગ, પૂર્વ ધારાસભ્યએ આગ બુઝાવી
ગીર સોમનાથ: દર્શને આવેલ રાજૂલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ હાઇવે પરથી સોમનાથ નજીક ખાનગી હોટલના ટેરેસ પર આગ લાગેલી જોઈ અને તૂરંત હોટલના સ્ટાફને જાણ કરી અને જાતે તેમની સાથે જઇ આગ બુઝાવામાં મદદ કરી હતી.
સોમનાથ નજીક પ્રસિદ્ધ હોટલ ચેઇનની હોટેલમાં લાગી આગ, પૂર્વ ધારાસભ્યએ જાણ કરી આગ બુઝાવી
જ્યારે ગીરસોમનાથમાં નાતાલની રજાઓમાં સોમનાથ મંદિર, સાસણ ગીર અને દીવના ત્રિકોણીય પર્યટન સર્કિટનો લાભ લેવા લાખ્ખો યાત્રિકો આવશે ત્યારે સોમનાથ નજીકની હોટલોમાં સેફટીને લઈને તંત્રની ઉદાસીનતાના કારણે જો કોઈ દુર્ઘટના બને તો તંત્ર ચોક્ક્સથી જવાબદાર બનશે.