ગીર સોમનાથ: અમદાવાદના અંજલી પટેલ નામની યુવતી સોમનાથ દર્શને આવતા તેનો દોઢ તોલા (15 ગ્રામ) સોનાની ચેઇન મંદિર પરિસરમાં પડી ગઇ હતી. જે ચેઇન ગોધરાના એડવોકેટ રેખાબેન શેઠ નામના શ્રદ્ધાળુને દર્શન કરવા જતી વખતે મુખ્યદ્વાર પાસે મળેલા રેખાબેને સોમનાથ સુરક્ષા માટે નિમાયેલ ડી.વાય.એસ.પી એમ ડી ઉપાધ્યાયને આ બાબતની જાણ કરતા તેમણે પ્રથમ ચેઇન અંગે તપાસ કરી સોમનાથ ટ્રસ્ટના દ્વારા મંદિરમાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરાવ્યું હતું.
સોમનાથ મંદિરમાં પ્રમાણિકતાનો દાખલો, યુવતીની ખોવાયેલી સોનાની ચેઈન મહિલા ભક્તે પરત કરી - Gir Somnath news
સોમનાથ મંદિરે દર્શન કરવા ગયેલા યુવતીનો દોઢ તોલા સોનાની ચેઇન પડી ગઇ હતી. જે અન્ય એક મહિલા યાત્રીને મળતા તેમણે ચેઇન પોલીસ અને સોમનાથ ટ્રસ્ટને સુપરત કર્યો હતો. અંદાજે 70,000 જેટલી કિંમતની વસ્તુ પરત કરી અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સોમનાથ
અંજલી બેનની પોતાની ચેઇન પડી ગયો હોવાનું ધ્યાને આવતા તેમણે પણ ચેઇનને શોધવા માટે કાર્યવાહી કરી હતી. અંજલીબેનના ધ્યાનમાં જાહેરાત આવતા સુરક્ષા વિભાગની મદદ લેવા માટે ગયા. ત્યારે તેઓની હકીકત તપાસી અને ખરાઈ કર્યા બાદ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તેઓનો ચેઈન તેમને પરત કરવામાં આવી હતી. બંને પરિવારોએ આ પ્રશંસનીય કામગીરી બાદ સોમનાથ ટ્રસ્ટ અને મંદિર સુરક્ષા પોલીસ વિભાગનો આભાર માન્યો હતો.
Last Updated : Mar 9, 2020, 3:11 PM IST