ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોમાસામાં થયેલા નુકશાન માટે યોગ્ય વળતર ન મળતા ખેડૂતોની બાઈક રેલી - Gir Somnath News

ગીર સોમનાથઃ ચોમાસું તથા તોફાનોમાં ખેડૂતોને થયેલા નુકશાન અને તેના બદલામાં વળતર ન મળતા ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ગીર સોમનાથથી દ્વારકા સુધીની ખેડૂતોની બાઈક રેલી યોજાઈ હતી. જે ગામડે-ગામડે જઈ ખેડૂતોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરશે.

ગીરસોમનાથથી દ્વારકા સુધી ખેડૂત એકતા મંચ રેલી યોજાઈ
ગીરસોમનાથથી દ્વારકા સુધી ખેડૂત એકતા મંચ રેલી યોજાઈ

By

Published : Dec 1, 2019, 8:50 PM IST

વાતાવરણ અને કુદરતની મારના ભોગ બનેલા ખેડૂતોને સરકાર દ્વારા થતા અન્યાય સામે ન્યાય અપાવા ખેડૂત એકતા મંચ દ્વારા 11 દિવસની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ગીરસોમનાથથી દ્વારકા સુધી ખેડૂત એકતા મંચ રેલી યોજાઈ

ગીર સોમનાથથી દ્વારકા સુધી 11 દિવસ આ બાઈક રેલી ચાલશે. ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીના નેતૃત્વમાં 100 જેટલા ખેડૂતો આ બાઈક રેલીમાં જોડાયા હતા. ખેડૂતો માટે સરકાર નીતિ બનાવે તેવી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે વીમાના નામ પર કરોડો રૂપિયા કમ્પનીઓ ઉઘરવી લે છે અને ખેડુતોને તેનો લાભ મળતો નથી જેથી ખેડૂતો માટે સરકારી અને સહકારી નીતિ બનાવાય અને કંપનીઓને નહી ખેડુતોના બેન્ક ખાતામાં સરકારની સહાય અને વીમાના સીધા પૈસા જમા થાય.

ABOUT THE AUTHOR

...view details