ગુજરાત

gujarat

ETV Bharat / state

કોડીનારમાં ખેડૂતો વીફર્યાં, સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર ચક્કાજામ, Congress MLA જોડાયાં - Farmers demand compensation for damage caused in cyclone

તૌક્તે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત કોડીનારના 7 હજાર ખેડૂતો સહાયથી વંચિત હોવાથી કોંગી ધારાસભ્‍યને સાથે રાખી ખેડૂતોએ કોંગ્રેસ ધારાસભ્યની સાથે નેશનલ હાઇવે ચકકાજામ કરી વિરોધ ( Farmers Protest ) કાર્યક્રમ કર્યો હતો.

કોડીનારમાં ખેડૂતો વીફર્યાં, સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર ચક્કાજામ, Congress MLA જોડાયાં
કોડીનારમાં ખેડૂતો વીફર્યાં, સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર ચક્કાજામ, Congress MLA જોડાયાં

By

Published : Aug 2, 2021, 8:28 PM IST

  • ખેડૂતોને વાવાઝોડા નુકસાનની સહાય ન મળતાં ચક્કાજામ કરાયો
  • કિસાન સંઘ અને ખેડૂતોએ આપ્યો ચક્કાજામ કાર્યક્રમ
  • ખેડૂતોનાં સમર્થનમાં કોડીનારના કોંગી ધારાસભ્ય મોહન વાળા જોડાયાં

ગીર સોમનાથઃ તૌક્તે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત કોડીનારના 7 હજાર ખેડૂતો સહાયથી વંચિત હોવાથી કોંગી ધારાસભ્‍યને (Congress MLAસાથે રાખી ખેડૂતોએ નેશનલ હાઇવે ચકકાજામ કરી વિરોધ કાર્યક્રમ ( Farmers Protest ) કર્યો હતો. એકાદ કલાક સુધી કોંગી ઘારાસભ્‍ય, કાર્યકરો અને ખેડૂતો હાઇવે પર બેસી રહેતા ટ્રાફિક થંભી ગયો હતો. સમજાવટ કામે ન લાગતાં અંતે પોલીસે તમામને ટીગાટોળી કરી હાઇવે ખુલ્‍લો કરાવ્‍યો હતો.

ભાજપના સમર્થકો અને માણસોનો સહાય ચૂકવાયાનો આક્ષેપ
વાવાઝોડાથી પ્રભાવિત બનેલા અને સહાયથી વંચિત રહી ગયેલા ગીર સોમનાથ જિલ્‍લાના કોડીનાર સહિત આસપાસના પંથકના ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્ય મોહન વાળાને સાથે રાખી કોડીનાર નજીક હાઇવે ચક્કાજામ ( Farmers Protest ) કરી દીઘો હતો. એકાદ કલાક જામ રહ્યા બાદ આખરે પોલીસ તંત્રએ કોંગી ધારાસભ્‍ય અને ખેડૂતોને ટીંગાટોળી કરી હાઇવે ખુલ્લો કરાવ્‍યો હતો. આ તકે ખેડૂતોએ યોગ્‍ય સર્વે ન થયો હોવાથી અંદાજે સાતેક હજાર જેટલા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા છે. તો કૃષિવિભાગના જણાવ્‍યા મુજબ સરપંચો અને તલાટી મંત્રીઓએ સર્વે બરાબર થયું હોઇ ફોર્મ ભરી આપ્યાં છે. ત્‍યારે હવે જોવું રહેશે કે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત થયેલા ખેડૂતોને સહાય મળશે કે પછી લોલીપોપ?

ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડયાં

વાવાઝોડાથી ગીર સોમનાથના કોડીનાર, ઉના, ગીરગઢડા અને તાલાલા પંથકમાં ખેતીથી લઇ લોકોને ભારે નુકશાન થયું છે. જેની સામે અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં થયેલ નુકસાનીનો સર્વે કરાવી રાહત આપવા સરકારએ માતબર રકમનું રાહત પેકેજ જાહેર કરી અમલવારી કરાવી છે. ત્‍યારે અસરગ્રસ્‍તો વિસ્‍તારોમાં થયેલ સર્વેની કામગીરી બરાબર ન થઇ હોવાનો દરેક તાલુકામાંથી વ્‍યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી જોવા મળી રહી છે. આ મુદાને લઇ આજે કોગ્રેસના ધારાસભ્‍ય મોહનભાઇ વાળાને સાથે રાખી રોષે ભરાયેલા મોટી સંખ્‍યામાં ખેડૂતોએ વેરાવળ - ઉના હાઇવે પર કોડીનાર બાયપાસ પાસે હાઇવે પર બેસી જઇ ચકકાજામ ( Farmers Protest ) કર્યો હતો. એકાદ કલાક સુઘી ચકકાજામ રહેતા બન્‍ને તરફ વાહનોની લાંબી લાઇનો લાગી ગયેલ હતી. જેના પગલે દોડી આવેલ પોલીસે ધારાસભ્ય અને ખેડૂતોને હાઇવ પરથી ખસી જવા સમજાવટ કરી હતી પરંતુ ન માનતા હોવાથી આખરે ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડયાં હતાં. ત્‍યારબાદ હાઇવ પર ટ્રાફિક ફરીથી ધમધમતો થયો હતો.

ખેડૂતો હાઇવે પર બેસી રહેતા ટ્રાફિક થંભી ગયો હતો
હજારો ખેડૂતોને હજુ સહાય મળી નથી

આ મામલે અજીતભાઇ ડોડીયા સહિતના ખેડૂતોએ આક્ષેપ કરતાં કહ્યું કે, તૌક્તે વાવાઝોડામાં નુકસાની થયેલ હજારો ખેડૂતોને હજુ સહાય મળી નથી. કોડીનાર પંથકના જ લગભગ સાતેક હજાર જેટલા ખેડૂતો સહાયથી વંચિત છે. જિલ્‍લાના ઉના, ગીરગઢડા અને તાલાલા પંથકના પણ હજારો ખેડૂતો સહાયથી હજુ વંચિત છે. કારણ કે, નુકસાનીનો યોગ્ય સર્વે જ થયો ન હોવાથી તેમના સુધી સહાયની રકમ પહોંચી નથી. અત્‍યાર સુઘી જે સહાય ચૂકવાય છે તે ભાજપના સમર્થકો અને તેમના માણસોને ચૂકવાય છે. તે સાબિત કરી દેવા માટે અમો તૈયાર હોવાનો પડકાર ફેકયો હતો. જો આ મુદ્દાનો પંદર દિવસમાં ઉકેલ નહીં આવે તો અમો મામલતદાર કચેરી સામે અચોકકસ મુદતના ધરણા ( Farmers Protest ) પર બેસી જવાની ચીમકી ઉચ્‍ચારી છે.

ખેડૂતોના ફોર્મનો તંત્ર નિકાલ કરતું નથી

જયારે કોડીનારના કોંગ્રસના ધારાસભ્‍ય મોહનભાઈ વાળાએ જણાવ્યું કે, સરકારે સર્વેમાં રહી ગયેલા અસરગ્રસ્‍તોને ફોર્મ ભરી સંબંઘિત કચેરીમાં જમા કરાવવાનું જણાવેલું હતું. જે મુજબ કોડીનાર મામલતદાર કચેરીમાં 6,800 જેટલા સહાય મેળવવા માટેના ખેડૂતોના ફોર્મ રજૂ કરાયેલા હતાં. જેને ઘણા દિવસો થઇ ગયા હોવા છતા તંત્ર તેનો નિકાલ કરતું નથી. આ મામલે સ્‍થાનિક અધિકારીઓથી લઇ મુખ્‍ય પ્રધાન સુધી રજૂઆતો કરી હોવા છતાં સહાય ચૂકવવા બાબતે સ્‍પષ્‍ટતા કરતી નથી. જેથી સરકાર સહાય ચૂકવવા માગે છે કે કેમ ? તેની સ્‍પષ્‍ટતા કરે તેવી માગણી સાથે આજે કાર્યક્રમ આપવો પડયો છે.

અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્‍લામાં 50 ટકા જેટલા ખેડૂતો સહાયથી વંચિત હોવાને લઇ વારંવાર વિરોધનો ( Farmers Protest ) સૂર ફૂંકાઈ રહ્યો છે. ખેડૂતો સહાય ચૂકવવાની માગણી કરી રહ્યાં છે. ત્‍યારે આ મામલે આગામી દિવસોમાં અસરગ્રસ્‍ત ખેડૂતોને સહાય મળશે કે પછી લોલીપોપ તે જોવું રહેશે.

આ પણ વાંચોઃ ખેડૂતો પાસેથી ઉંચા ભાવે એરંડાની ખરીદી કરીને છેતરપિંડી કરનાર આરોપી બેંગ્લોરથી ઝડપાયો

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં વાવેતરમાં નોંધાયો ધરખમ ઘટાડો, વરસાદની સાથે તૌકતે પણ ખેડૂતો માટે વિલન બન્યું

ABOUT THE AUTHOR

...view details