ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ એપીએમસીમાં ચણાની ઓછી ખરીદીથી ખેડૂતોને અસંતોષ - ચણા

ગીર સોમનાથ જિલ્લાના 5 એપીએમસી પર ચણાની સરકારી ખરીદીનો પ્રારંભ થયો હતો. બીજી તરફ ખરીદીના પ્રારંભે જ ખેડૂતોમાં આ ખરીદીને લઇને અસંતોષ વ્યાપ્યો હતો. જેને લઇને ખેડૂતોએ સૂત્રાપાડાના પ્રાસલી યાર્ડ ખાતે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

ગીર સોમનાથ એપીએમસીમાં ચણાની ઓછી ખરીદીથી ખેડૂતોને અસંતોષ
ગીર સોમનાથ એપીએમસીમાં ચણાની ઓછી ખરીદીથી ખેડૂતોને અસંતોષ

By

Published : Mar 10, 2021, 8:30 PM IST

  • 5 એપીએમસી પર ચણાની સરકારી ખરીદીનો પ્રારંભ
  • ઓછા પ્રમાણમાં ચણાની ખરીદી થઈ
  • ખેડૂતોમાં વ્યાપ્યો અસંતોષ, આવેદનપત્ર આપ્યું

    ગીરસોમનાથઃ જિલ્લામાં 5 એપીએમસીમાં ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે સરકાર દ્વારા ખાતા દીઠ 125 મણની જગ્યાએ ખાતા દીઠ 50 મણની ખરીદી કરવાનો નિયમ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમારે જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લામાં 21616 ખેડૂતોએ ચણાની સરકારી ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર અને ઉના એપીએમસી ખાતે ખરીદીની શરૂઆત થઈ છે. સરકારના ધારાધોરણ મુજબ સુચારુ ખરીદી પ્રક્રિયા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે.

ખેડૂતોમાં ખરીદીના નિયમોને લઈ રોષ

સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરવામાં આવી છે પરંતુ ખરીદીમાં મોટાભાગનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘણા ખેડૂતોમાં આ ખરીદીને લઇને અસંતોષ જોવા મળે છે. ખાતા દીઠ 125 મણની જગ્યાએ ખાતા દીઠ 50 મણની ખરીદી કરવાનો નિયમ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે આ નિયમમાં ફેરફાર કરી ખાતા દીઠ વધારો કરવાની માગ ઉઠી છે. માલજીજવા ખેડૂત આગેવાન ડી. બી. સોલંકી અને બકુલા ધનેજ ગામના ખેડૂત રામજીભાઈ રાઠોડના કહેવા મુજબ એક તરફ ચણાનું મબલખ ઉત્પાદન થયું છે તો બીજી તરફ સરકાર દ્વારા ગત વર્ષ કરતા પણ અડધી ખરીદીની જાહેરાત કરી ખેડૂતોની મજાક કરી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેની ઉપજ મજબૂરીવશ વેપારીઓને નીચા ભાવે વેચવાની ફરજ પડશે.

આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લામાં 9મી માર્ચથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ


જિલ્લામાં રજિસ્ટ્રેશનની વિગત

ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાઓમાં કુલ 89,572 હેકટરમાં વાવેતર થયું હતું. જેમાં જિલ્લામાં ચણાનું વાવેતર 24,570 હેકટરમાં થયું હતું. તેથી મબલખ ઉત્પાદન પણ નોંધાયું છે. ચણાની ખરીદી માટે ઉના યાર્ડમાં 1821 ખેડૂતો, કોડીનારમાં 2320, ગીરગઢડામાં 3444, તાલાલામાં 3582, પાટણ-વેરાવળમાં 4196 તેમજ સૂત્રાપાડામાં 4990 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details