ગીર સોમનાથ : વેરાવળમાં યાર્ડમાં આવતાં ખેડૂતો ડરનો અનુભવ કરી રહ્યાં છે. પોલીસની ચોમેર નાકાબંધી સાથે સુત્રાપાડાના 5 ગામ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા હોવાથી યાર્ડમાં ખેડૂતો નહીવત્ આવી રહ્યાં છે.
સરકારની છૂટ છતાં માર્કેટીંગ યાર્ડમાં જતા ખેડૂતો અનુભવી રહ્યાં છે ડર...
ગીર સોમનાથના વેરાવળમાં યાર્ડમાં આવતાં ખેડૂતો ડરનો અનુભવ કરી રહ્યાં છે. પોલીસની ચોમેર નાકાબંધી સાથે સુત્રાપાડાના 5 ગામ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા હોવાથી યાર્ડમાં ખેડૂતો નહીવત્ આવી રહ્યાં છે.
સરકાર દ્રારા ખેડૂતોને લોકડાઉનમાં છુટછાટ અપાઈ છે, પરંતુ બે કારણોથી ખેડૂતો ચિંતિત છે. યાર્ડમાં રોજ 500થી 700 ખેડૂતોના બદલે માંડ 100 જેટલા ખેડૂતો જ વેચાણ માટે આવે છે. ખેડૂતો પોતાની મહેનત સમો પાક જો સત્વરે નહી વેચાય તો બગડવાની પણ ભીતી સેવી રહ્યાં છે.
બીજી બાજુ નજીકના વાવડી ગામે એક ખેડૂતને કોરોના પોઝિટિવ આવતાં અન્ય ગામોમાં વાવડી ઉંબરી સહિતના ગામો સીલ કર્યા છે. શહેરોમાંથી કોરોના ગામડામાં પહોચતાં ખેડૂતો પણ ફફડી રહ્યાં છે. ધાણા, ચણા, ઘઉં જેવા પાકોને તાકીદે જો સારી રીતે ન સચવાય તો તેમાં જીવાતો પડવી અને પાક સડી જવા જેવી સ્થિતિ ઊભી થાય છે.