ETV Special: ગીરસોમનાથનું પીખોર ગામ વર્ષોથી જૂએ છે નર્મદાના નીરની રાહ - ગીર સોમનાથ પાણી તંગી
ગીરસોમનાથ જિલ્લાના પીખોર ગામના લોકો હાલ ત્રણ સમસ્યા એકસાથે ભોગવી રહ્યાં છે. એક તરફથી મહામારી કોરોનાનો ભય,બીજી તરફથી કાળઝાળ ગરમી વરસાવતો આકરો ઊનાળો, અને ત્રીજી તરફ ગામમાં ઉઠતાં પાણીના પોકાર.
ગીરસોમનાથઃ પીખોર ગામમાં આજકાલની નહીં, ઘણા વર્ષથી પાણીની સમસ્યા છે. છેલ્લા પાંચેક વર્ષથી ઉનાળામાં નદી તળાવો સૂકાયાં બાદ ગામમાં રહેલ એકમાત્ર કૂવાના તળ નીચા જાય છે ત્યારે ગામના એકમાત્ર હેન્ડ પમ્પમાંથી આખું ગામ પાણી ભરવા મજબૂર બને છે. ગા લોકોએ પાંચ વર્ષથી નર્મદાના પાણીની માગ કરી છે જેના પર કોઈએ ધ્યાન આપ્યું નથી. કોરોનાના માહોલમાં લોકો અહીં પોતાના પીવાના પાણીના વારા માટે કતારો લગાવે છે. પાટી અને પેન પકડવાવાળા નાના બાળકોના કોમળ હાથ શાળાએ જવાની ઉંમરમાં માતાને મદદ કરવા પરસેવે તરબતર થઈ હેન્ડ પમ્પ ચાલવી રહ્યાં છે.હાલ એકતરફ ઉનાળાનો બળબળતો તાપ છે અને બીજીબાજુ કોરોનાનો ભય ફેલાયેલો છે ત્યારે ગીરસોમનાથનું પીખોર ગામ પાણી પાણીના પોકાર કરી રહ્યું છે.