ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV SPECIAL: શું તમે પણ ભૂલી ગયા હતા આમની જન્મજયંતિ??? - જય જવાન, જય કિસાન

ગીરસોમનાથઃ 2 ઓક્ટોબરના રોજ આજે જ્યારે દેશભરમાં ગાંધીજયંતીની 150મી ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગીરસોમનાથમાં પણ તાલાલા તાલુકાએ 150 બાળકોની મહાત્મા ગાંધીના સ્વરૂપે યાત્રા કાઢવામાં આવી હતી. ગાંધી જયંતિ ઉપરાંત આજનો દિવસે બીજી કઈ રીતે મહત્વની બાબત છે જેને આપણે ભૂલી રહ્યા છીએ... દેશને 'જય જવાન, જય કિસાન'નો નારો આપનાર લાલબહાદુર શાસ્ત્રીજીની 115 મી જન્મ જયંતિ ઉપર ETV Bharat દ્વારા શાળાના શિક્ષકો અને રાહદારીઓને પૂછવામાં આવ્યું કે તેઓને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી વિશે ખ્યાલ છે ખરો??? શું જવાબ મળ્યાં સાંભળો...

લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી

By

Published : Oct 2, 2019, 9:11 PM IST

Updated : Oct 4, 2019, 3:44 PM IST

તાલાલામાં બાળકોની આ રેલીનું આયોજન કરનાર શાળાઓના શિક્ષકગણ અને વાલીઓ સાથે ETV Bharatએ વાત કરીને તેઓને ગાંધીજીની જયંતી સાથે લાલબહાદુર શાસ્ત્રીજીની જયંતિ પણ છે તે વિશે માહિતી છે કે કેમ તે જાણવાનો પ્રયત્ન કરાયો હતો. કારણ કે, જો વાલીઓ અને શિક્ષકોને જ્ઞાન હશે તોજ લાલબહાદુર શાસ્ત્રીજીને બાળકો ઓળખશે. જ્યારે આજના દિવસના મહત્વ વિશે પૂછવામાં આવ્યું ત્યારે 1 વાલી સિવાય કોઈપણ શિક્ષકને આ બાબતે ખ્યાલ ન હતો. ત્યારે લાલબહાદુર શાસ્ત્રીજીને એમની યોગ્યતા પ્રમાણેનું સન્માન અને ખ્યાતિ આપવામાં આપણી રાજ્ય અને અત્યાર સુધીની કેન્દ્ર સરકારો નિષ્ફળ ગઈ હોય તે કેહવું ખોટું નહિ હોઈ.

આવો તમને જણાવીએ લાલબહાદુર શાસ્ત્રીજીના મહાન જીવનની આછેરી ઝલક...

ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904એ થયો હતો. સામાન્ય પરિવારમાંથી સ્વતંત્રતા સંગ્રામ લડીને દેશના બીજા વડાપ્રધાન બનવા સુધી લાલ બહાદુર શાસ્ત્રીજીનું જીવન આદર્શ રાજનેતા બનવાનું પથદર્શક રહ્યું હતું. પણ જ્યારે 1965ના ભારત-પાક યુદ્ધના સંપૂર્ણ અંત બાબતે સોવિયેત યુનિયન ના તાશકન્ત ખાતે ભારત-પાક કરાર થયા બાદ જ્યારે શાસ્ત્રીજીનું રહસ્યમય મૃત્યુ થયું ત્યારે કોઈપણ પોસ્ટમોર્ટમ કર્યા વિના તેમના દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા. તેવું ઘણા રિપોર્ટ માં કહેવાયું છે. આ પાછળ રશિયન સંસ્થા K.G.B નો હાથ હોવાનું રશિયાના પૂર્વ અધિકારીઓની આત્મકથામાં લખાયેલા પુરાવા જોવા મળે છે. આવી અનેક થિયરી શાસ્ત્રીજીના મૃત્યુ બાબતે પ્રચલિત છે પણ કદાચ એમનું સાહિત્યિક અને માહિતીમાંથી ભૂંસાઈ જવું એ એમનું સૌથી પીડાદાયક મૃત્યુ છે. એમના વિશે વધુ સાહિત્ય હિન્દી ચલચિત્ર "the Tashkent files" માં શાસ્ત્રીજીના જીવન અને મૃત્યુ વિશે સચોટ માહિતી મેળવી શકશો.

ભારતના ઘણા એવા નેતા જેમનું જીવન વિવાદાસ્પદ રહ્યું, પણ લાલબહાદુર શાસ્ત્રી એવા નેતા છે કે જેમનું જીવન નિર્વિવાદાસ્પદ રહ્યું પણ જેમના મૃત્યુ ને લઈને આજ પણ લાખો ક્યાસ લગાવવામાં આવે છે. ત્યારે જો તમે પણ આ વખતે શાસ્ત્રીજીને ભૂલ્યા હોય તો આવતા વર્ષે 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સાથે આપણા બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતી જરૂર ઉજવશો.

લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી
Last Updated : Oct 4, 2019, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details