- જિલ્લા પંચાયતની 28 બેઠકો પર 112 ફોર્મ ભરાયા
- 6 તાલુકા પંચાયતની 128 બેઠકો પર 482 ફોર્મ ભરાયા
- ચાર નગરપાલિકાઓની 128 બેઠકો પર 424 ઉમેદવારી ફોર્મ ભરાયા
ગીર સોમનાથ : ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લામાં ત્રણેય ચૂંટણીના મળી કુલ 514 ઉમેદવારી ફોર્મો ભરાયા છે. જેમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો પર 54 ઉમેદવારી પત્રો ભરાયા છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો વેરાવળના તાલુકા પચંયાત માટે 32, તાલાલા તાલુકા પંચાયત માટે 28, સુત્રાપાડાના તાલુકા પંચાયત માટે 10, કોડીનાર તાલુકા પંચયાત માટે 94, ઉના તાલુકા પંચયાત માટે 22, ગીરગઢડા તાલુકા પંચયાત માટે 28 ઉમેદવારી પત્રો ભરાયા છે. જયારે નગરપાલિકાઓની વાત કરીએ તો વેરાવળ-પાટણ પાલિકાની બેઠકો માટે 113, ઉના પાલિકા માટે 43, તાલાલા પાલીકા 59, સુત્રાપાડા પાલીકા માટે 31 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું તંત્રએ જણાવ્યું છે.
કુલ 1,018 ઉમેદવારી ફોર્મો ભરાયા
જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાઓમાં કુલ 1,018 ઉમેદવારી ફોર્મો ભરાયા છે. જેમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો પર 112, 6 તાલુકા પંચાયતોમાં વેરાવળ તાલુકા પંચાયતની 22 બેઠકો પર 90, તાલાલા તાલુકા પંચાયતની 18 બેઠકો પર 64, સુત્રાપાડા તાલુકા પંચાયતની 18 બેઠકો પર 50, કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકો પર 123, ઉના તાલુકા પંચાયતની 26 બેઠકો પર 78, ગીરગઢડા તાલુકા પંચાયતની 20 બેઠકો પર 77 ઉમેદવારો ફોર્મો ભરાયા છે.
જિલ્લામાં ફોર્મ ભરવાની કામગીરી થઇ પૂર્ણ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભારે ઘસારો જોવા મળ્યો હતો. અંતિમ દિવસે 514 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જિલ્લાની સ્થાનિક સ્વરાજની તમામ બેઠકો પર ચાર ગણા ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અગામી તારીખ 17 મીના રોજ બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારબાદ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહેશે તે જોવાનું રહેશે.