આજે ETV ભારત એવી અંતરિયાળ જગ્યાંએ પહોંચ્યું છે, જ્યાં ગીરના ગાઢ જંગલની વચ્ચે બાણેજ આશ્રમ આવેલો છે. અહીં આશ્રમના મહંત ભરતદાસ બાપુનો એકમાત્ર મતદાતા છે. આ એક મત માટે એક આખું મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવે છે. જ્યાં 8 જેટલા કર્મચારીઓ કામે લાગે છે. 2002થી આ મતદાન કેન્દ્ર પર 100% મતદાન થઈ રહ્યું છે, કારણ કે બાપુ ક્યારેય પણ મતદાન ચુકતા નથી.
એવું મતદાન કેન્દ્ર જે જંગલ વચ્ચે માત્ર એક મતદાર માટે ઉભું કરાય છે, જુઓ વીડિયો - GSM
ગીરસોમનાથઃ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન પદ્ધતિ ધરાવતો દેશ છે. એવી રીતે ભારતમાં વિશ્વની સૌથી નાની લોકશાહી વ્યવસ્થા પણ છે. જી....હા...જાણીને આશ્ચર્ય થશે પણ ગુજરાતનું બાણેજ ભારતનું એકમાત્ર એવું સ્થળ છે, જ્યાં માત્ર એક મતદાર છે. જેમના માટે જંગલની વચ્ચે મતદાન કેન્દ્ર ઉભુ કરવામાં આવે છે.
ફાઇલ ફોટો
ETV ભારત સાથે વાત કરતા ભરતદાસ બાપુ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત યાદ કરે છે અને ફરી એકવાર મોદી સરકારનો નારો લગાવે છે, ત્યારે દેશના અગ્રેસર ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ETV ભારત પણ આપને અવશ્ય મતદાન કરવા અપીલ કરે છે.