ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા, વહેલી પરોઢે ધરા ધ્રુજી - Gir-Somnath news

ગીર સોમનાથમાં વહેલી પરોઢે 3:37 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તો બીજી તરફ રાજકોટમાં પણ વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ ધરા ધ્રુજી હતી. રિકટર સ્કેલ પર બન્ને ભૂકંપની તીવ્રતા 4.5 અને 3.8 તીવ્રતા નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાના જોખમ વચ્ચે આજે વહેલી ભૂકંપનો જોરદાર આંચકો આવતા લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો.

Gir-Somnath
Gir-Somnath

By

Published : May 17, 2021, 8:53 AM IST

Updated : May 17, 2021, 9:45 AM IST

  • ગીર સોમનાથમાં વહેલી પરોઢે 3:37 વાગ્યે આવ્યો ભૂકંપ
  • રિકટર સ્કેલ પર બન્ને ભૂકંપની તીવ્રતા 4.5 અને 3.8 તીવ્રતા નોંધાઈ
  • રાજકોટમાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ ધરા ધ્રુજી
  • વાવાઝોડા અને કોરોના વચ્ચે આવ્યો ભૂકંપ
  • ઉનાના વાસોદ ગામે ભૂકંપ આવતા મકાનમાં પડી તિરાડ

ગીર સોમનાથ/ રાજકોટ: વહેલી પરોઢે 3:37 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તો બીજી તરફ રાજકોટમાં પણ વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ ધરા ધ્રુજી હતી. રિકટર સ્કેલ પર બન્ને ભૂકંપની તીવ્રતા 4.5 અને 3.8 તીવ્રતા નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાના જોખમ વચ્ચે આજે વહેલી ભૂકંપનો જોરદાર આંચકો આવતા લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરથી 1 કિ.મીના અંતરે દેલવાડા તરફ મચ્છુન્દ્રી નદી નજીક ઇસ્ટ સાઉથ ઇસ્ટ તરફ કેન્દ્ર બિંદુ નોંધાયું છે. આ ભૂકંપનો આંચકો ઉના, દિવ, સુત્રાપાડા પંથક સહિત આજુબાજુના વિસ્તારોમાં અનુભવાયો હતો. તો બીજી તરફ રાજકોટથી દક્ષિણમાં આંચકો અનુભવાયો હતો.

આ પણ વાંચો: આસામમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ઉનાથી 1 કિ. મી.ના અંતરે દેલવાડા તરફ મચ્છુન્દ્રી નદી નજીક ઇસ્ટ સાઉથ ઇસ્ટ પર કેન્દ્ર બિંદુ

આજે સંભવત: તૌકતે વાવાઝોડું ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સાંભવના હવામાન વિભાગે જાહેર કરી લોકોને અને ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે રહેવા ચાલ્યા જવા સૂચના આપી છે.

દીવ, ઉના અને સુત્રાપાડા વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

દરમિયાન આજે વહેલી સવારે 3: 37 વાગ્યે જિલ્લાના ઉના, દિવ, સુત્રાપાડા પંથકની ધરતી એકાએક ધ્રુજી ઉઠતા ભર નીંદરમાં પોઢેલા લોકો જાગી ગયા હતા અને એક પ્રકારે ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો. એકાએક વાવાઝોડું આવવાની દહેશત વચ્ચે આવેલા ભૂકંપના જોરદાર ઝટકાના લીધે લોકો બેબાકળા બની ગયા હતા.

આ પણ વાંચો: મહેસાણા જિલ્લાના ધરોઈ નજીક 1.3ની તીવ્રતાનો ભૂકંપ

રિકટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો

એકાએક આવેલ ભૂકંપના ઝટકા અંગે મળેલ માહિતી મુજબ, આજે વહેલી સવારે 3:37 વાગ્યે આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ જિલ્લાના ઉના શહેરથી ઇસ્ટ સાઉથ ઇસ્ટ તરફ 1 કિમીના અંતરે દેલવાડા તરફ મચ્છુન્દ્રી નદી નજીક હોવાનું જાહેર થયું છે. ભૂકંપનો જોરદાર આચકો ઉના, દિવ, સુત્રાપાડા પંથકના વિસ્તારોમાં અનુભવાયો હતો.

Last Updated : May 17, 2021, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details