ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર-સોમનાથના ડ્રોન દ્રશ્યો: પાણીથી ભરાયા ખેતરો, નોંધારો બન્યો જગતનો તાત...

ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક બળી ગયો છે. જે કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. આ બાબતે સરકારના આદેશ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળે તો, ખેડૂતો નવેસરથી વાવેતર કરી શકશે. અત્યારે ભારે વરસાદને કારણે નાના ખેડૂતોની હાલત કફોડી બની છે. જુઓ ETV BHARAT સાથે ગીર સોમનાથના જળબંબાકારના આકાશી દ્રશ્યો...

ગીર સોમનાથના ડ્રોન દ્રશ્યો
ગીર સોમનાથના ડ્રોન દ્રશ્યો

By

Published : Sep 6, 2020, 5:22 PM IST

ગીર સોમનાથઃ છેલ્લો એક માસ ગીર સોમનાથ જિલ્લાના ધરતીપુત્રો માટે કભી ખુશી કભી ગમ જેવો માહોલ રહ્યો છે. શરૂઆતમાં જે વરસાદની હેલી ખેડૂતોના પાકને પૂરતું પાણી પૂરું પાડી રહી હતી, પરંતુ વરસાદે મેઘ મહેર નહીં પણ કહેર વરસાવ્યો હતો. લોકો સુધી ગીર સોમનાથમાં થયેલા જળબંબાકારનું મોટું ચિત્ર લોકો અને સરકાર સુધી પહોંચાડવા ETV BHARATએ ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં હજૂ સુધી ભરાયેલા પાણી અને સીમ વિસ્તારના આકાશી દ્રશ્ય રેકોર્ડ કર્યા છે.

ગીર સોમનાથના ડ્રોન દ્રશ્યો

ગીર સોમનાથ જિલ્લામાં હાલ જે ખેતરોમાં પાણી ભરાયેલા છે. આવા ખેતરોમાં બળદ અથવા ટ્રેક્ટર સહિતના ઓઝારો મારફતે બળી ગયોલા પાકને દૂર કરી અને તેમાં ખેડાણ કર્યા બાદ ફરી વાવેતર યોગ્ય જમીન બનાવતા અંદાજે દોઢ માસ જેટલો સમય વીતી લાગી શકે છે.

ગીર સોમનાથના ડ્રોન દ્રશ્યો

પાકને થયેલા બાદ ખેડૂતો માગ કરી રહ્યા છે કે, અમે તમામ પૈસા વાવેતર, ખાતરો અને દવાઓ પાછળ ખર્ચ્યા છે, હવે અમારી પાસે એટલા પૈસા નથી કે, ખેતરો સરખા કરી અને નવા બીયારણો, ખાતરો અને દવાઓ ખરીદી શકીએ, માટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને મજાક સમાન નહીં, પરંતુ નુકસાનીના પ્રમાણે યોગ્ય વળતર આપે તો જ ફરી ખેતી શક્ય છે.

ગીર સોમનાથના ડ્રોન દ્રશ્યો

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોના વિવિધ પાકમાં નુકસાન થયું છે, જેમાં અનેક ખેતરો હજૂ પણ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અંદાજે દોઢ માસ બાદ જ ખેતરોમાં પ્રવેશ કરી શકાય તેવી હાલત મોટાભાગના ખેતરોની છે. સરકારના આદેશ બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ખેતીવાડી અધિકારી જણાવ્યું હતું.

ગીર સોમનાથના ડ્રોન દ્રશ્યો

ગીર સોમનાથમાં થયેલા પાક નુકસાન બાબતે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સરકારના ધારાધોરણ અને નિયમ અનુસાર સર્વેની કામગીરી હાલ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં મગફળી, સોયાબીન, બાજરી, કઠોળ વગેરેના પાકને થયેલા નુકસાનનો સર્વે કરાવામાં આવ્યા બાદ સરકાર સહાય કરાશે. આ કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરવા તંત્રને આદેશ કરાયો છે.

ગીર સોમનાથના ડ્રોન દ્રશ્યો

ABOUT THE AUTHOR

...view details