ગુજરાત

gujarat

ETV Bharat / state

Gangeshwar Mahadev: મેરામણ ખુદ મહાદેવને કરી રહ્યા છે અભિષેક, કરો ગંગેશ્વર મહાદેવના દર્શન - Gangeshwar Mahadev Diu

દીવના દરિયા કિનારા પર મહાભારત કાળમાં પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે. મહાદેવનું આ મંદિર વિશ્વનું એક માત્ર મંદિર છે કે જ્યાં ખુદ મેરામણ મહાદેવને અભિષેક કરવા માટે જાણે કે તલપાપડ બનતા જોવા મળે છે. શિવલિંગને સમુદ્ર દ્વારા થતા અભિષેકને કારણે પણ ગંગેશ્વર મહાદેવને અતિ દુર્લભ માનવામાં આવે છે. દીવમાં પર્યટન માટે આવેલા યાત્રિકો શ્રાવણ મહિનામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી રહ્યા છે.

મેરામણ ખુદ મહાદેવને કરી રહ્યા છે અભિષેક, કરો ગંગેશ્વર મહાદેવના દર્શન
મેરામણ ખુદ મહાદેવને કરી રહ્યા છે અભિષેક, કરો ગંગેશ્વર મહાદેવના દર્શન

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 9:43 AM IST

મેરામણ ખુદ મહાદેવને કરી રહ્યા છે અભિષેક, કરો ગંગેશ્વર મહાદેવના દર્શન

સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. પર્યટન સ્થળ એવા દિવમાં પર્યટન માટે આવતા યાત્રિકો સમુદ્ર કિનારે પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને ભાવવિભોર બની જાય છે. દિવના જાલંધર વિસ્તારમાં આવેલા શિવ મંદિર ભક્તોમાં ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર પણ આદિ અનાદિ કાળથી બની રહ્યું છે. ગંગેશ્વર મહાદેવ પર ખુદ મેરામણ દિવસ દરમિયાન પોતાના જળથી સતત અભિષેક કરે છે.

મેરામણ ખુદ મહાદેવને કરી રહ્યા છે અભિષેક

ભારે આસ્થાનું કેન્દ્ર: મહાભારત કાળમાં પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલા શિવલિંગ સમગ્ર ભારત વર્ષમાં અનેક ધાર્મિક સ્થળો પર જોવા મળે છે. પરંતુ દીવમાં પાંડવો દ્વારા સ્થપાયેલું ગંગેશ્વર મહાદેવ મંદિર સમગ્ર વિશ્વમાં અતિ દુર્લભ માનવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ પર ખુદ મેરામણ દિવસ દરમિયાન પોતાના જળથી સતત અભિષેક કરે છે. મેરામણ દ્વારા મહાદેવ પર આ પ્રકારનો જળનો અભિષેક થતો હોય તેવા શિવ મંદિર ભારત વર્ષમાં જોવા મળતા નથી. જેને કારણે પણ દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

ગંગેશ્વર મહાદેવના દર્શન

પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ:મહાભારત કાળ દરમિયાન પાંડવો સતત વિચરણ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન પ્રભાસ તીર્થ ક્ષેત્રનો એક ભાગ ગણાતા જાલંધર ક્ષેત્રમાં પાંડવોએ રાતવાસો કર્યો હતો. તેવું સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. પાંડવોની પ્રતિજ્ઞા મુજબ મહાદેવની પૂજા અને દર્શન કર્યા વગર ભોજન ગ્રહણ નહીં કરવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પાંચ પાંડવોએ પોતાના કદ અને આયુ અનુસાર પાંચ શિવલીંગની સ્થાપના કરી હતી. ત્યારથી દીવના સમુદ્રકાંઠા પર આવેલા ગંગેશ્વર મહાદેવ સમગ્ર જગતમાં પૂજાઈ રહ્યા છે. શ્રાવણ માસમાં એક સાથે પાંચ શિવલિંગનો અભિષેક કરવાનું જે અહોભાગ્ય શિવ ભક્તોને દીવના ગંગેશ્વર મહાદેવ આપી રહ્યા છે. તેને કારણે દિવના ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી શિવ ભક્તો દીવ આવે છે. દુર્લભ ગણાતા શિવ મંદિરના દર્શન કરીને શ્રાવણ માસ દરમિયાન શિવમય બનતા જોવા મળી રહ્યા છે.

  1. Somnath Mahadev: નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ, સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચેલા પૂર્વ દિગ્ગજ નેતાઓની આસપાસ નહિવત કાર્યકર જોવા મળ્યા
  2. Somnath Mahadev: શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર શિવ ભક્તોએ કર્યા સોમનાથ દાદાના દર્શન

ABOUT THE AUTHOR

...view details