ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથઃ રાજ્ય બીજ નિગમના ચેરમેનની અધ્યક્ષતામાં ગુંદરણ ગામે ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરાયો

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ગુંદરણ ગામના રામ મંદિર ખાતે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશી જોટવાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોને સેવા સેતુ અને ડિજિટલ સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને અનેક પ્રકારના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.

રાજ્ય બીજ નિગમના ચેરમેનની અધ્યક્ષતામાં ગુંદરણ ગામે ડિજિટલ સેવાસેતુનો પ્રારંભ કરાયો
રાજ્ય બીજ નિગમના ચેરમેનની અધ્યક્ષતામાં ગુંદરણ ગામે ડિજિટલ સેવાસેતુનો પ્રારંભ કરાયો

By

Published : Oct 9, 2020, 2:53 AM IST

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ગુંદરણ ગામના રામ મંદિર ખાતે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશી જોટવાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોને સેવા સેતુ અને ડિજિટલ સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને અનેક પ્રકારના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.

રાજ્ય બીજ નિગમના ચેરમેનની અધ્યક્ષતામાં ગુંદરણ ગામે ડિજિટલ સેવાસેતુનો પ્રારંભ કરાયો

આ પ્રસંગે બીજ નિગમના ચેરમેન રાજસિંહ જોટવાએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં સરકારે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરી છે. જેથી લોકોને ઘર બેઠા જુદી-જુદી સેવાઓનો લાભ મળી શકશે. ડિજિટલ સેવા સેતુના માધ્યમથી હવે લોકોને 22 પ્રકારની સેવાનો લાભ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા કક્ષાએ જવાની જરૂર નહીં રહે અને તેમના ગામમાં જ જુદી-જુદી સેવાઓનો લાભ મળી રહેશે.

ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા સુધી જવુ ન પડે અને સ્થાનિક સ્તરે જ ઓછામાં ઓછા સમયમાં સરકારી સેવાઓનો લાભ મળી શકે, તે માટે સરકારને નાગરિકો સાથે જોડતો ડિજિટલ સેવા સેતુ શરૂ કર્યો છે. ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાતના સપનાને સાકાર કરવાના ભાગરૂપે ડિજિટલ સેવા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત હવે ગામડાઓમાં સરકારી સેવાઓ જેવી કે, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમી કરવું, સુધારો કરવો, નવું રેશનકાર્ડ બનાવવું, વિધવા સર્ટિફિકેટ, આવકનો દાખલો સહિતની 22 સેવાઓ મળી રહેશે. આ ઉપરાંત આ તમામ સેવાઓ માટે હવે તલાટીમંત્રી દ્વારા એફિડેવિટ કરવામાં આવશે. જેથી લોકોના આર્થિક ખર્ચમાં બચત થશે. ગુજરાતના 8 હજાર ગામડાઓને ડિસેમ્બર સુધીમાં આ સેવાથી આવરી લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details