ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરબપોરના તડકે યોજાતી ગીરસોમનાથની ગ્રામ્ય હોળી - NEWS IN Gir Somnath

ગીર સોમનાથનાં ગ્રામ્ય પંથકમાં પરંપરા ગત હોળી સાથે ધુળેટી પર્વની ઉજવણી થઈ. ભરબપોરે લોકોએ ઇકો ફ્રેન્ડલી કલર વડે મનાવી ધુળેટી. તો તડકા વચ્ચે એકઠા થઈ વાયરસ ન ફેલાય તેની કાળજી માટે સ્વાસ્થ્ય જાગૃતિ અંગે સંદેશો ફેલાવ્યો હતો.

ir Somnath
ગીર સોમનાથ

By

Published : Mar 10, 2020, 6:25 PM IST

Updated : Mar 10, 2020, 6:52 PM IST

ગીર સોમનાથ : સુત્રાપાડા અને આજુબાજુના ગામોમાં યુવાનો, વડીલો અને બાળકોએ મર્યાદિત સંખ્યામાં એકઠા થઇ અબીલ, ગુલાલ અને કંકુ વડે હોળી રમ્યા હતા. આ સાથે સૂર્યના તડકા માં એકઠા થઈ સમાજને વાયરસ ન ફેલાઈ એવો સંદેશો પાઠવ્યો હતો. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાં વાયરસનો કહેર છે. ત્યારે લોકોએ ઠંડા વાતાવરણમાં એકઠા ન થવું જોઈએ. તેમજ પાણી બચાવીને પર્વની ઉજવણી કરવી જોઈએ. હોળી અને ધૂળેટી પર્વ એ આસુરી શક્તિના નાશનું પર્વ છે.

ભર બપોરના તડકે યોજાતી ગીરસોમનાથની ગ્રામ્ય હોળી

આજના દિવસે સત્યનો વિજય અને અસત્યની હાર થઈ હતી. વ્યક્તિમાં રહેલા અનિષ્ટને બાળવાનું પર્વ એટલે હોળી. એ ખાલી જગ્યામાં આનંદ ઉલ્લાસને ભરવાનું પર્વ એટલે ધૂળેટી. ગ્રામ્ય પંથકમાં આ પર્વને માણવાનો અનેરો અવસર માણવા જેવો હોય છે. આ ઋતુ દરમિયાન પાકેલા ધાન્ય પાકો હોળીને તેમજ અગ્નિદેવને અર્પણ કરવામાં આવે છે. ધૂળેટીના દિવસે ઘેરૈયાઓ ફાગનાં ગીતો ગાઈ એક બીજા પર અબીલ ગુલાલ ઉડાડી અનેરો નિર્દોષ આનંદ લૂંટે છે.

Last Updated : Mar 10, 2020, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details