ગુજરાત

gujarat

By

Published : Nov 3, 2019, 8:52 PM IST

ETV Bharat / state

ગીરસોમનાથમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં નિરાશા વ્યાપી

ગીરસોમનાથ: જે ખેડૂતોને ખેતરમાં પ્રવેશ કરતા આનંદ થતો તે જ ખેતરમાં જતાં હવે નિસાસા નખાઈ જાય છે. કેમ કે, કમોસમી માવઠાએ ખેડુતોની જીવન ચર્યા ખોરવી નાખી છે. હવે જગતનો તાત ગણાતા ખેડૂત માત્ર સરકારની આશા પર છે, ત્યારે ખેડૂતોની બેહાલીના દ્રશ્યો સામે આવ્યા હતાં.

etv bharat

ગુજરાતમાં આ વખતે મેધરાજાએ વિરામ જ નથી લીધો, ત્યારે ચોમાસાની શરૂઆતથી 4 મહીના પરસેવો પાડી ખર્ચ કરી મોંઘા બિયારણો અને ખાતરો વાપરી અને તનતોડ મહેનત કરી જ્યાં કોળીયો મુખમાં આવે તે પહેલાં જ ધરતીપુત્રોની બાજી કુદરતે કમોસમી માવઠાના રૂપે બગાડી નાખી હતી. જેથી ધરતી પુત્રોમાં ઘેરી નિરાશા વ્યાપી ગઇ હતી. જ્યારે વરસાદની જરૂર હતી, ત્યારે વરસાદ ન આવ્યો. પરંતુ, શ્રાવણ માસ બાદ સતત દોઢ માસ મેઘરાજાએ ગીર સોમનાથ જીલ્લાને ઘમરોળ્યો હતો. તેમ છત્તા ખેડુતોએ આશા નહોતી છોડી. પરંતુ, મહા ચક્રવાતની અસરે છેલ્લા વરસાદે ધરતી પુત્રોને બિચારા બનાવી દીધા હતાં.

કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં નિરાશા વ્યાપી


મગફળી, કપાસ, સોયાબીનનો પાક તો નાશ પામ્યો જ હતો પણ તેની સાથે પાલતુ પશુઓ જેમ ગાય, ભેંસ, બળદ વગેરે માટેનો ચારો પણ વ્યાપક પ્રમાણમાં વરસાદથી બગડ઼ી ગયો હતો. જેથી પશુઓનો નિભાવ પણ અશક્ય બન્યો છે. તેમજ કુદરતની થપાટ બાદ હવે સરકાર મદદ કરશે, તેવી આશા એ ખેડુતો ખેતરો સાફ કરવામાં લાગ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details