ગુજરાત

gujarat

ETV Bharat / state

હોળી-ધુળેટી પર્વને લઇને સોમનાથ મંદિરમાં દર્શનનું આયોજન - Special arrangements to avoid crowds

હોળી-ધુળેટી પર્વેને લઇને સોમનાથ મંદિર હોળી દર્શનનું આયોજન કરાવામાં આવ્યું છે. આ પર્વે ભાવિકો માટે સોમનાથ મંદિર સળંગ 16 કલાક ખૂલ્‍લુ રહેશે. આ સાથે કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે.

હોળી-ધુળેટી પર્વેને લઇને સોમનાથ મંદિરમાં દર્શનનું આયોજન
હોળી-ધુળેટી પર્વેને લઇને સોમનાથ મંદિરમાં દર્શનનું આયોજન

By

Published : Mar 27, 2021, 5:26 PM IST

  • હોળી-ધુળેટી પર્વે સોમનાથ મંદિર સવારથી સાંજ 16 કલાક રહેશે ખૂલ્‍લુ
  • સોમનાથ મંદિર પરીસરમાં હોળી દર્શનનું આયોજન
  • ભીડ ન થાય તે માટે ખાસ વ્‍યવસ્‍થા ગોઠવાઇ

ગીર સોમનાથઃ મજગવિખ્‍યાત સોમનાથ મંદિરે આવતા ભાવિકોએ ફરજીયાત માસ્‍ક પહેરવાની સાથે પાસ મેળવ્‍યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. આ સાથે કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે. આ પર્વે ભાવિકો માટે સોમનાથ મંદિર સળંગ 16 કલાક ખૂલ્‍લુ રહેશે. જેમાં ભાવિકોએ ચાલતા ચાલતા દર્શન કરીને બહાર નિકળવાનું રહેશે. મંદિર પરીસરમાં હોળી દર્શનનું આયોજન કરાવામાં આવ્યું છે. હોળી-ધુળેટી પર્વેમંદિર પરીસરમાં ભીડ એકત્ર ન થાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

હોળી-ધુળેટી પર્વેને લઇને સોમનાથ મંદિરમાં દર્શનનું આયોજન

સોમનાથ મંદિર 16 કલાક રહેશે ખૂલ્‍લુ

આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્‍ટના જી.એમ. વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ કે, હોળી-ધુળેટી પર્વે સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્‍યા સુધી સળંગ 16 કલાક ખૂલ્‍લુ રહેશે. મંદિરમાં આવતા ભાવિકો માટે પાસ સીસ્‍ટમ છે. જે મુજબ ભાવિકોએ ઓફલાઇન પાસ મંદિર પરીસર પાસેના કાઉન્‍ટર પરથી મેળવી લેવાનો રહેશે અને ઓનલાઇન પાસ સોમનાથ ટ્રસ્‍ટની વેબસાઇટ પરથી મેળવી લેવાના રહેશે. મંદિરમાં પ્રવેશ સમયે માસ્‍ક ફરજીયાત પહેરી રાખવાનું રહેશે. મંદિરમાં દર્શન અને આરતીમાં ભાવિકોએ ચાલતા ચાલતા દર્શન કરી બહાર નિકળવાનું રહેશે. મંદિર બહાર પરીસરમાં કયાંય બેસી શકાશે નહીં. મંદિરમાં પ્રવેશ અને દર્શન માટે ટ્રસ્‍ટ દ્વારા સરકારની સૂચના મુજબ જાહેર કરેલા તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

સોમનાથ મંદિરમાં ભીડ ન થાય તે માટે ખાસ વ્‍યવસ્‍થા

વઘુમાં હોળીના દિવસે પરીસર પાસે પથીકા આશ્રમની જગ્‍યા પર હોળી દર્શનનું આયોજન કરાવામાં આવ્યું છે. જ્યાં હોળી પ્રગટાવવામાં આવશે જેના દર્શન ભાવિકો કરી શકે તેવું આયોજન કરાવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમનાથ મંદિરમાં પૂજા-આરતી નિત્‍યક્રમ મુજબ ચાલુ રહેશે. હોળી-ધુળેટી પર્વે સોમનાથમાં ભીડ ન થાય તે માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details