ગીર સોમનાથ:સોમનાથ મહાદેવ મંદિરે સંભવિત વાવાઝોડાને પગલે દર્શનનો સમય અને તમામ ધાર્મિક વિધિ પૂર્વવત જોવા મળે છે. પરંતુ શિવભક્તોની ખૂબ પાંખી હાજરીને કારણે લોકોની ચહલપહલ અને ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવતા તેમજ સ્થાનિક શિવભક્તોની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળે છે. જે રીતે વાવાઝોડાનો ખતરો સતત ઊભો થયો છે. તેને કારણે ચોક્કસપણે દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ મંદિરની તમામ ધાર્મિક વિધિ પૂજન અને આરતી પંડિતો અને પૂજારીઓની હાજરીમાં તેના નિર્ધારિત સમયે કરવામાં આવી રહી છે.
હોનારતમાં પણ મંદિર હતું ચાલુ:વર્ષ 1982માં આવેલા ભયાનક ચક્રવાત અને હોનારતના સમયે પણ સોમનાથ મહાદેવ મંદિર તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ અને આરતી તેમજ પૂજા મંદિરના પૂજારીઓ દ્વારા કરવામાં આવતી હતી. તો તે વાવાઝોડાના સમયે પણ મંદિરમાં દર્શન કે પૂજા વિધિ બંધ કરવામાં આવી ન હતી. હોનારત અને વાવાઝોડાના સમયે ચોક્કસ પણે શિવભક્તોની સંખ્યા નગણ્ય થતી હોય છે. પરંતુ ધાર્મિક વિધિ વિધાન સાથે મંદિર ના પૂજારીઓ અને પંડિતો દ્વારા નિર્ધારિત થયેલી ધાર્મિક વિધિ પૂજા અભિષેક અને આરતી કરવામાં આવતી હોય છે. આજે પણ સવારના 12 કલાક સુધી સોમનાથ મંદિરમાં દર્શન પૂર્વવત જોવા મળે છે. પરંતુ મંદિરમાં શિવ ભક્તોની હાજરી ખૂબ જ પાંખી દેખાઈ રહી છે.