ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથના 7 ગામમાં કમોસમી માવઠા અને તોફાની પવનને કારણે નાળિયેરીના બગીચા જમીનદોસ્ત - નાળિયેરીના બગીચા

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દીવસથી કમોસમી વરસાદ અને ભારે પવનના તોફાને તારાજી સર્જી દીધી છે, જિલ્લાના મુખ્યમથક વેરાવળ નજીકના 7 ગામોમાં નાળીયેરના બગીચાઓને તોફાની પવનોએ વેરાન બનાવી દીધા છે. સાથે ખેડૂતોની 15 વર્ષની મહેનતને ગણતરીના સમયમાં જમીન દોસ્ત કરી દીધી છે.

ગીર સોમનાથના 7 ગામોમાં કમોસમી માવઠા અને તોફાની પવનોને કારણે નાળિયેરીના બગીચા જમીનદોસ્ત થયા
ગીર સોમનાથના 7 ગામોમાં કમોસમી માવઠા અને તોફાની પવનોને કારણે નાળિયેરીના બગીચા જમીનદોસ્ત થયા

By

Published : Jun 7, 2020, 7:35 PM IST

Updated : Jun 7, 2020, 7:48 PM IST

ગીર સોમનાથઃ જિલ્લામાં શનિવારે સાંજે વેરાવળ નજીકના ગામો જેમાં આંબલીયારા, ઈણાજ, મરુંઢા, દેદા, વાવડી સહીત અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદી તોફાન આવ્યું હતું. જેના કારણે અનેક ખેડુતોના નાળીયેરીના બગીચાઓ જમીન દોસ્ત થયા છે.

ગીર સોમનાથના 7 ગામોમાં કમોસમી માવઠા અને તોફાની પવનોને કારણે નાળિયેરીના બગીચા જમીનદોસ્ત થયા

એક નાળીયેરીના વૃક્ષને ઊછેરવામાં 10થી 15 વર્ષ લાગે તેવા મજબુત ઝાડ સેકંડોમાં મુળથી ઉખેડી અને તોફાની પવનોએ ફેકીં દીધા છે. જેથી નાળયેરીના ખેડુતોને ભારે નુકશાન ગયું છે. ત્યારે દરીયા કીનારાના વીસ્તાર હોવાથી અહીં નાળીયેરીના બગીચાઓ ભારે માત્રામાં છે, જેને ક્યારેય પાક વીમાનું કવચ પણ નથી મળતું, ત્યારે આ બાબતે સરકાર યોગ્ય કરે તેવી ખેડુતોમાં માંગ ઊઠી છે.

Last Updated : Jun 7, 2020, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details