ગીર સોમનાથ :અરબી સમુદ્રમાં આકાર લઈને સૌરાષ્ટ્ર તરફ આગળ ધપી રહેલું ચક્રવાત કોઈપણ પ્રકારનું નુકસાન ફેલાવી શકે છે. જેને લઈને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા લોકોને દરિયાઈ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગતિવિધિથી દૂર રહેવા માટે સાવચેત કર્યા છે. વેરાવળ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલને ચેતવણીના રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આગામી 48 કલાક દરમિયાન ચક્રવાત આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયા કિનારા સુધી પહોંચે તેવી શક્યતા છે. પાકિસ્તાન નજીક હાલ તે કેન્દ્રિત થયું છે અને ધીમે ધીમે આગળ ધપી રહ્યું છે. જો વાવાઝોડાની દિશા સૌરાષ્ટ્રના દરિયા કાંઠા તરફ જોવા મળશે તો તેના વિપરીત પરિણામો લોકોને સૌથી ઓછા ભોગવવા પડે તે માટે મેરીટાઈમ બોર્ડ દ્વારા સાવચેતી માટે બે નંબરનું સિગ્નલ લગાવ્યું છે.
Cyclone Biparjoy : આગામી 48 કલાકમાં બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચવાની શક્યતા
વેરાવળ બંદર પર સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ખૂબ ઝડપથી પવન ફૂંકાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લોકોને સાવચેતીના ભાગે વાવાઝોડાનો પ્રકાર, સ્થિતિ તેની ભયાનકતાને સમજી શકે તે માટે સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
આગામી 48 કલાક સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તાર મહત્વના સાબિત થનાર છે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું. તે હવે વાવાઝોડા કે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. જેને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તેજ ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે. જેને કારણે બંદર પર નુકસાની શક્યતાઓને નકારી શકાતી નથી. જે રીતે વાવાઝોડું સોમનાથથી 1000 કિલોમીટર કરતાં વધુના અંતરે દરિયામાં ચક્રવાતના રૂપમાં આગળ વધી રહ્યું છે. જો તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને સ્પર્શે તો તેનાથી નુકસાનીની શક્યતાઓ નકારી શકાય તેમ નથી, ત્યારે લોકો સાવચેત રહે તે માટે બે નંબરનું સિગ્નલ ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી પર લગાવવામાં આવ્યું છે. - શૈલેન્દ્રસિંહ કર્મચારી (ગુજરાત મેરીટાઇમ બોર્ડ)
સિગ્નલનું મહત્વ : ગુજરાત મેરીટાઇમ બોર્ડ વાવાઝોડાનો પ્રકાર, વાવાઝોડાની સ્થિતિ અને તેની ભયાનકતાને સમજી શકે તે માટે બંદર પર સિગ્નલ લગાવવાની પ્રથા શરૂ કરાઈ હતી. જે અંતર્ગત બે નંબરનું સિગ્નલ લોકોને ડીપ ડિપ્રેશન દરિયામાં સર્જાયું હતું તે ચક્રવાત કે વાવાઝોડાનું રૂપ ધારણ કરી ચૂક્યું છે. જેને કારણે દરિયાઈ વિસ્તારમાં ખૂબ ઝડપથી પવન ફૂંકાશે. જેને લઈને સલામતીના તમામ ધોરણનું પાલન કરવા માટે બે નંબરનું સિગ્નલ પ્રદર્શિત કરાય છે.
- Cyclone Biparjoy : અમરેલીમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ શરુ
- Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈને કચ્છનું તંત્ર ઉપરથી નીચે સુધી સજ્જ, મીનીમમ નુકસાનનો સંકલ્પ
- Cyclone Biparjoy Update: બિપરજોય વાવાઝોડાને લઈને ભાવનગર જિલ્લા તંત્ર સજ્જ, રો-રો ફેરી, અલંગ અને માછીમારોની સ્થિતિ પણ સતત નજર