- CRPFના કોબ્રા કમાન્ડોનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ
- દિવાળીનાં તહેવાર પર વતન પરત ફરતા ટ્રેનમાં ઘટી ઘટના
- કમાન્ડોના મોતને લઈને લોકોમાં ઘેરા પ્રત્યાઘાત
કોડીનાર: ગીર સોમનાથ જિલ્લાના મૃતક કમાન્ડોના કુટુંબીજનો તેનો મૃતદેહ સંભાળવા મધ્યપ્રદેશના રતલામ પહોંચ્યા બાદ તેઓને ખ્યાલ આવ્યો કે, મૃતક કમાન્ડોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર મધ્યપ્રદેશ રેલવે પોલીસ દ્વારા તેની દફન વિધિ કરવામાં આવી છે. મૃતકના પરિજનોના આગ્રહ બાદ કમાન્ડોના મૃતદેહને જમીનમાંથી બહાર કઢાવી રતલામ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
CRPFના કોબ્રા કમાન્ડોનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ, દિવાળીનાં તહેવાર પર વતન પરત ફરતા ટ્રેનમાં ઘટી ઘટના કમાન્ડોની છેલ્લી વાત તેની ફિયાન્સી સાથે થઈ
12 નવેમ્બરે કમાન્ડો અજિતસિંહ બિહાર રેજિમેન્ટમાંથી રજા લઈને કોડીનાર આવી રહ્યા હતા. 13 નવેમ્બરે રાત્રે 11 વાગ્યે અજિતસિંહે તેમની ફિયાન્સી સાથે ફોનમાં વાત કરીને કહ્યું કે, હવે સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ, પરંતુ સવારે કોઈ ફોન આવ્યો નહોતો, આથી તેમની ફિયાન્સીએ સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહીં. બાદમાં મુંબઈ રેલવે સ્ટેશન પરથી અજિતસિંહનો સામાન મળ્યો પણ તેઓ સાથે નહોતા.
CRPFના કોબ્રા કમાન્ડોનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ શું હતો સમગ્ર મામલો?
દિલ્હીથી વડોદરા રાજધાની ટ્રેનમાં આવતા સમયે કમાન્ડો 13 તારીખે ગુમ થયા હતા. 14 તારીખે તેમનો સામાન મુંબઇ રેલવે પોલીસને મળ્યો હતો. રતલામ રેલવે પોલીસને મૃતદેહ રેલવે ટ્રેક નજીક મળી આવ્યો હતો. 15 તારીખે પરિવારને જાણ થઈ કે કમાન્ડોનું મોત થયું છે અને મૃતદેહ રતલામ રેલવે પોલીસને મળ્યો છે. જોકે આ તમામ બાબતો વચ્ચે રતલામ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનો પરિવારજનો અને કરણી સેનાએ આક્ષેપ કર્યો છે.
CRPFના કોબ્રા કમાન્ડોનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ શા માટે પોસ્ટમોર્ટમ કરવામાં ન આવ્યું?
મૃતદેહ કોનો છે? મૃતક ક્યાંનો રહેવાસી છે? તે અંગે કોઈ તપાસ કેમ ન થઈ? જેવા અનેક સવાલો વચ્ચે એમપી પોલીસ ઘેરાઈ છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારનાં કમાન્ડોનાં મોતને લઈને તેનો પરિવાર, રાજપૂત અને અન્ય સમાજોમાં એમપી પોલીસની ભૂમિકાને લઈ અનેક સવાલો ઉભા થયા છે. તેમજ કમાન્ડોનાં મૃત્યુ પાછળ કોણ જવાબદાર અને ક્યાં કારણે આ તમામ ઘટના ઘટી છે. તેમને લઈ જો યોગ્ય ન્યાય નહીં મળે તો કરણી સેના દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.