પોતાના પાકને જો કોઈપણ રોગ લાગે કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિથી પાક નિષફળ જાય તો તેને સુરક્ષિત કરવા ખેડૂત પરિવારો દ્વારા ઉછી ઉધારાના પૈસાથી પાક વીમો લેવામાં આવ્યો હતો. ગીરસોમનાથનો મુખ્ય પાક મગફળી લગભગ સળી ગઈ છે. જે પાક વધ્યો છે એમાં ભેજના કારણે સરકાર કે વેપારી તે લેવા તૈયાર નથી જ્યારે સરકાર સ્વીકારે છે કે, વાવાઝોડા અને વરસાદથી પાકને પારાવાર નુકસાન થયું છે.ખેડૂતોને વીમા કંપનીઓ દ્વારા હજુ સુધી પાક વીમો આપવામાં આવ્યો નથી, બીજી તરફ ખેડૂત પત્નીઓને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
સરકાર દ્વારા ખેડૂતોને સહાય ન મળતા ચિંતામાં મુકાયા ખેડૂતો - ખેડૂતોને સહાય ન મળતા ખેડૂત પત્નીઓના બજેટ ખોરવાયા
ગીર સોમનાથ:મેઘ કહેર વરસાવતા ચોમાસા અને 3 જેટલા તોફાનોથી પ્રભાવિત થયેલા ગીરસોમનાથ જિલ્લાના ખેડૂતો સરકાર પાસેથી ચાતક નજરે મદદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે Etv ભારતના માધ્યમથી ખેડૂતોના ઘર ચલાવતા તેમના પત્નીઓની વેદના આપને જણાવીએ.
સરકાર દ્વારા ખેડૂતોને સહાય ન મળતા ચિંતામાં મુકાયા ખેડૂતો
ઘરમાં રાશન, અનાજ અને બીજી જીવન જરૂરી વસ્તુ ખરીદવા પૈસા નથી, એટલે સુધી કે ફરી ખેતરમાં પાક વાવવા માટે બીજ લાવવાના પણ પૈસા નથી.આવી વિષમ પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ અને ખેડૂતોનું જીવનચક્ર ખોરવાયું છે. ત્યારે પોતાના ખેતર અને ઘરને પોતાનું જીવન અર્પણ કરનાર ખેડૂત પત્નીઓની વેદના સરકાર સુધી ક્યારે પહોંચશે તે જોવું રહ્યું.