- માધુપુર-જાંબુર ગામે લેઉવા પટેલ સમાજ ખાતે 20 બેડ તૈયાર કરાયા
- તાલાલાના 44 પૈકી 38 ગામોમાં કોવિડ સેન્ટર શરૂ
- ગુંદરણ ગામે 'આપણો તાલુકો, કોરોના મુક્ત તાલુકો' અભિયાન શરૂ
ગીર સોમનાથ :કોરોના પોઝિટિવ દર્દીને આઇસોલેશનની સુવિધા ન મળે તો તેના પરિવારજનો પણ સંક્રમિત થઇ શકે છે. આથી સંક્રમણની ચેઇન તોડવા ગામડે-ગામડે લાઇટ, વિજળી, પીવાના પાણી, બાથરૂમ, ચા-નાસ્તા સહિતની સુવિધા સાથે કુલ 286 બેડ તૈયાર કરાયા છે. જેમાં ઘુસિયા ગામે બક્ષીપંચ કન્યા છાત્રાલયમાં 3 રૂમ અને એક હોલમાં કુલ 16 બેડ તૈયાર કરાયા છે. ગુંદરણ ગામે 'આપણો તાલુકો, કોરોના મુક્ત તાલુકો' અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળામાં 7 બેડ સાથે ઓક્સિમીટર, થર્મલ ગન, નાશ મશીન સહિતની વ્યવસ્થા કરાઇ છે. માધુપુર-જાંબુર ગામે લેઉવા પટેલ સમાજ ખાતે 20 બેડ તૈયાર કરાયા છે. આંબળાશ ગામે પ્રાથમિક શાળામાં બેડ તૈયાર કરાયા છે.
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાઈ