ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા
27 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
ગુરુવારે જિલ્લામાં 4,008 લોકોને કોરોનાની રસી આપવામાં આવી
ગીર સોમનાથ : કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસ દિન- પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 22 કેસો નોંધાયા છે. ગુરુવારે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં 12, સુત્રાપાડામાં 1, કોડીનારમાં 1, ઉનામાં 5, તાલાલામાં 2, ગીરગઢડામાં 1 નોંઘાયા છે. ગુરુવારે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. સારવારમાં રહેલા 27 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આ પણ વાંચો :કચ્છ કોરોના અપડેટ:15 એપ્રિલે 81 કેસ નોંધાયા, 3 લોકોના મોત
રસીકરણની કામગીરી ચાલી રહી છે પુરજોશમાં
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1,23,145 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે ગુરુવારે વધુ 4,008 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
આ પણ વાંચો :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
ઉંબા ગામે યોજાતા રામનવમીના પારંપરિક મેળો કોરોનાના લીધે બંઘ રાખવાની જાહેરાત
ગીર સોમનાથ જિલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ધાર્મિક- સામાજિક કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. એવા સમયે જિલ્લામથક વેરાવળ તાલુકાના ઉંબા ગામમાં આવેલા પ્રખ્યાત સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે રામનવમીના દિવસે મેળો ભરાય છે. જે મેળો ચાલુ વર્ષે કોરોના મહામારીના લીઘે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.