- ગીર-સોમનાથમાં કોરોનાને નાથવા માટે તંત્ર સજ્જ
- 8 હોસ્પિટલોને કોરોના હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી
- જિલ્લમાં 34 ધન્વંતરી રથ કાર્યરત
ગીર-સોમનાથ: જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાને મ્હાત આપવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રના સયુંકત ઉપક્રમે આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં 8 ખાનગી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી છે.
કોરોનાને નાથવા તંત્ર સજ્જ
તાલુકા મથકે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 34 ધન્વંતરી રથ દ્વારા દરરોજ 1600થી વધુ લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 174 સબ સેન્ટર, 4 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લોકોના આરોગ્યની તપાસણી, રસીકરણ, કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે.