ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બન્યો ઘાતક, ઓક્સિજનની અછત સર્જાતા તંત્રમાં દોડધામ - કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત

ગીર સોમનાથ પંથકમાં કોરોનાના પ્રકોપને કારણે, હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઇ હોવાનું સામે આવી રહ્યુ છે. એક અઠવાડિયા પહેલા શરૂ થયેલી 22 બેડની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન થાય તે માટે સંચાલકો દ્વારા સવારથી રાત સુધી ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં દોડધામ કરવામાં આવી રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બન્યો ઘાતક, ઓક્સિજનની અછત સર્જાતા તંત્રમાં દોડધામ
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બન્યો ઘાતક, ઓક્સિજનની અછત સર્જાતા તંત્રમાં દોડધામ

By

Published : Apr 21, 2021, 10:56 AM IST

Updated : Apr 21, 2021, 2:15 PM IST

  • ઊના પંથકમાં ઓક્સિજનની ભારે અછત
  • સવારથી સાંજ સુધી ઓક્સિજન મેળવવા સંચાલકોની દોડધામ
  • ઊનામાં કોરોનાથી એકનું મોત, 10 મેડિકલ સ્ટોર સંચાલક સંક્રમિત

ગીર સોમનાથ:સમગ્ર નાઘેર પંથકમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે. ત્યારે, સ્થાનિક હોસ્પિટલ સહિત જિલ્લાની તમામ હોસ્પિટલોમાં દર્દીઓને ક્યાંય જગ્યા મળતી નથી. આથી, સામાન્ય લોકોએ હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. આ વચ્ચે, કોરોનાકાળમાં હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઇ હોવાનું જાણવા મળી રહ્યુ છે. એક તરફ દિન પ્રતિદિન કોરોના કેસના આંકડામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ, દર્દીઓ બીજી હોસ્પિટલમાં સારવાર માટે દોડાદોડી કરી રહ્યા છે. તેમા પણ, અધુરામાં પુરૂ ઓક્સિજનની અછત છે ત્યારે દર્દી જાય તો જાય ક્યાં તેવી ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક અઠવાડિયા પહેલા શરૂ થયેલી 22 બેડની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન થાય તે માટે સંચાલકો દ્વારા સવારથી રાત સુધી ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં દોડધામ કરતા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બન્યો ઘાતક, ઓક્સિજનની અછત સર્જાતા તંત્રમાં દોડધામ

આ પણ વાંચો:અમિત ચાવડાએ મુકેશ અંબાણીને પત્ર લખી ગુજરાતને નિઃશુલ્ક ઓક્સિજન આપવાની માગ કરી

તાલુકાના અનેક ગ્રામડાઓમાં કોરોનાનો પગપેસારો

કોરોનાની પ્રથમ લહેરમાં ગ્રામ્ય વિસ્તાર સુધી કોરોનાનો પગપેસારો થઇ ન હતી. પરંતુ, બીજી લહેરના આરંભમાં જ મહામારી વાયુવેગે પ્રસરી રહી છે. તેમ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગીરગઢડા તાલુકાના નાના એવા ધ્રાંબાવડ ગામની વસ્તી 550 જેટલી છે. જેમાં, 15થી 20 કોરોનાના કેસ હોવાનું સરપંચે જણાવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન

કોરોનાનો કહેર ગામડાઓ સુધી પહોંચી ગયો છે. ત્યારે, ગ્રામ્ય વિસ્તારો પણ સ્વૈછિક લોકડાઉન તરફ વળી સ્વૈચ્છિક બંધના એલાનો આપી રહ્યા છે.

ગીરગઢડાના ચિખલકુબાના દંપત્તિનું મોત

ગીરગઢડા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર વધ્યો છે. થોડા દિવસ પહેલા કાણકીયા ગામના પટેલ દંપતિના મૃત્યુ બાદ ગીરગઢડા તાલુકાના ચિખલકુબા ગામે રાવલડેમ પાણી પુરવઠા યોજનામાં ફરજ બજાવતા કર્મી અને તેના પત્નિના માત્ર 24 કલાકના અંતરે કોરોનાના કારણે મોત થયા હતા. આ દંપતિનું ઓક્સિજનના અભાવે મૃત્યુ થતાં ખોબા જેવડા ચિખલકુબા ગામમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

આ પણ વાંચો:ઓક્સિજનની માગને પહોંચી વળવા સ્મીમેર હોસ્પિટલ ખાતે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક લગાવાઈ

ઓક્સિજન મળતા એક સપ્તાહ લાગે છે

તબીબી સુત્રોના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા 24 કલાકમાં ઓક્સિજનનો જથ્થો મળી જતો હતો. પરંતુ, હાલ ઓક્સિજનનો જથ્થો મેળવવા અઠવાડિયા સુધી રાહ જોવા પડે છે. આ સિવાય ગીરગઢડા તાલુકામાં પણ રવિવારે કોવિડ હોસ્પિટલનો પ્રારંભ થયો હતો. જ્યાં, 8 બેડ ઓક્સિજન સાથેના છે. તે તમામ બેડ પર હાલ દર્દીઓ સારવાર હેઠળ છે. આ સાથે, રવિવારે કોવિડ હોસ્પીટલનો પ્રારંભ થયા બાદ 2 દિવસમાં 2 વખત ઓક્સિજનનો જથ્થો મંગાવવો પડ્યો હોવાનું તબીબે જણાવ્યું હતું

Last Updated : Apr 21, 2021, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details