- જિલ્લામાં શુક્રવારે કેસમાં મામુલી ઘટાડો નોંધાયો
- ગઇકાલે 42 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
- સરકારની ગાઇડ લાઇન મુજબ વધુ લોકોને વેક્સિન આપવાનું આયોજન
ગીર-સોમનાથ :જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જાઇ રહ્યા હતા. ઘણા દિવસો પછી ગઇકાલે શુક્રવારે કેસોની સંખ્યામાં મામુલી ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં ગઇકાલે નવા 109 કેસ નોંધાયા છે. જેમાં વેરાવળમાં 34, સુત્રાપાડામાં 15, કોડિનારમાં 18, ઉનામાં 16, ગીરગઢડામાં 11, તાલાલામાં 15 કેસો નોંધાયા છે. ગઇકાલે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
જિલ્લામાં 1 લાખ 59 હજાર 432 લોકોનું રસીકરણ થઇ ગયું
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યારસુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાં 1 લાખ 59 હજાર 432 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે ગઇકાલે વઘુ 2,187 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.
આ પણ વાંચો : રિયાલીટી ચેક: ભાવનગરમાં 13 PHC સેન્ટર પર 45 વર્ષથી વધુુ વયના લોકોને અપાઈ રહી છે વેક્સિન
વેક્સિન માટેની કામગીરી અર્થે મામલતદાર કાલસરિયાના અધ્યક્ષ સ્થાને ઓનલાઇન મિટિંગ યોજાઇ