ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના અપડેટ : ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસોનો સતત વિસ્ફોટ, રવિવારે નવા 208 કેસ

સમગ્ર દેશમાં કોરનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યાં છે.

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસોનો સતત વિસ્ફોટ, રવિવારે નવા 208 કેસ
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસોનો સતત વિસ્ફોટ, રવિવારે નવા 208 કેસ

By

Published : May 10, 2021, 12:26 PM IST

  • ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 81 હજાર 923 લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરાયા છે
  • જિલ્‍લામાં 3,439 લોકોનું કોરોના રસીકરણ કરાયું
  • જિલ્લામાં કોરોનાના 208 કેસો આવ્‍યા છે

ગીર-સોમનાથઃ કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યાં છે. રવિવારે ફરી કેસોની સંખ્‍યામાં નોંધપાત્ર વઘારો નોંધાયો છે. જિલ્લામાં કોરોનાના 208 કેસો આવ્‍યા છે.

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસોનો સતત વિસ્ફોટ, રવિવારે નવા 208 કેસ

આ પણ વાંચોઃગીર સોમનાથમાં કોરોનાના 9 નવા કેસ, લોકોને વતન મોકલવાનો નિર્ણય બન્યો શાપ સમાન

95 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે

રવિવારે નોંધાયેલા કેસોમાં વેરાવળમાં 60, સુત્રાપાડામાં 21, કોડીનારમાં 27, ઉનામાં 43, ગીરગઢડામાં 27, તાલાલામાં 24 કેસો નોંધાયા છે. રવિવારે જિલ્‍લામાં એક પણ દર્દીનું મૃત્‍યુ નીપજ્યુ ન હોવાનું તંત્રએ જણાવ્યું છે. જયારે સારવારમાં રહેલા 95 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃગીર સોમનાથમાં વધી રહેલા કોરોનાના સામે તંત્ર એકશન મોડમાં

જિલ્લામાં ફકત 3,439 લોકોને વેક્સિન આપવામાં આવી છે

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ ચાલુ હોવાથી જેમાં રવિવારે સમગ્ર જિલ્લામાં ફકત 3,439 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અત્‍યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 81 હજાર 923 લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરાયા છે.

ABOUT THE AUTHOR

...view details