ગીરસોમનાથ જિલ્લામાં છેલ્લા વરસાદ બાદ તૈયાર પાક નીષ્ફળ જતાં ખેડુતો દયા જનક સ્થીતીમાં મુકાયા છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્રારા તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની આગેવાનીમાં બુધવારના રોજ વેરાવળમાં મામલતદાર કચેરીએ એક આવેદન પાઠવ્યું હતું. જેમાં તાકીદે સરકાર યોગ્ય કાર્યવાહી કરી ખેડુતોને મદદ કરે તેવી માગ કરી હતી.
તાલાલાના ધારાસભ્યએ ખેડૂતની માગને આપી વાચા, મામલતદારને આપ્યું આવેદનપત્ર - જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
ગીર સોમનાથ: રાજ્યમાં છ મહિનાથી પણ લાંબા ચાલેલ વરસાદી માહોલથી ભારે નુકશાની ભોગવી ની:સહાય બનેલા ખેડુતો માટે સરકાર તાર્કીદે નીર્ણય લે અને તેમના માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગ સાથે વેરાવળમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલાલાના ધારસભ્ય ભગવાન બારડની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ધારાસભ્ય
આવેદનપત્ર આપતા સમયે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે ETV bharatને જણાવેલ કે "આવેદનનો હેતુ છેલ્લા 6 માસથી સતત વરસાદથી અનેક પાકોમાં ભારે નુકશાન થયું છે. જેથી રાજ્ય લેવલે આવેદનો અપાયા છે. તમામ ખેડુતો ગાંધીનગરના જઈ શકે માટે સરકાર તાકીદે સહાય ચુકવે તેવી માગ આવેદન સાથે કરી છે. સોમનાથ ભગવાનને પ્રાર્થના છે કે સરકાર યોગ્ય કરે."