ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસનું મજબુત ઘર કહેવાતી તાલાલા નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ - તાલાલા નગરપાલિકામાં ભાજપ સત્તારૂઢ

ગીર સોમનાથના તાલાલા નગરપાલિકામાં ક્લીનસ્વિપ સાથે ભાજપ સત્તારૂઢ, પ્રમુખ પદે રામીબેન ચોપડા, ઉપપ્રમુખ પદે અમિત ઉનડકટની સર્વાનુમતે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી.

કોંગ્રેસનું મજબુત ઘર કહેવાતી તાલાલા નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ
કોંગ્રેસનું મજબુત ઘર કહેવાતી તાલાલા નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ

By

Published : Mar 21, 2021, 10:27 AM IST

  • તાલાલા પાલિકાની તમામ બેઠકો પર ભાજપનો વિજય
  • બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી
  • આ વરણીને ભાજપના આગેવાનો અને કાર્યકરોએ આવકારી

ગીર સોમનાથ:જિલ્‍લાની તાલાલા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકોની ચૂંટણીમાં ક્લીન સ્‍વિપ સાથે ભાજપે તમામ બેઠકો જીતી લીઘી હતી. ત્‍યારે, આજે સાંજે પાલીકાના હોદ્દેદારોની વરણી માટે બેઠક મળી હતી. જેમાં, તાલાલા પાલીકા પ્રમુખ તરીખે રામીબેન ચોપરા, ઉપપ્રમુખ તરીકે અમિત ઉનડકડ અને કારોબારી ચેરમેન તરીકે ભુપત હિરપરાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ તકે ગીર પંથકના ભાજપના આગેવાનોએ નવનિયુકત હોદ્દેદારોના મોઢા મીઠા કરાવી હારતોરા કરી આવકારવામાં આવ્યા હતા. જયારે, હોદ્દેદારોએ શહેરના સર્વાગી વિકાસ માટે હમેંશા કટીબદ્ઘ રહેવાની ખાત્રી આપી હતી.

આ પણ વાંચો:સુત્રાપાડા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

તાલાલામાં કલીનસ્‍વીપ સાથે ભાજપ સતારૂઢ

ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હારતોરા કરી નવનિયુકત હોદ્દેદારોને આવકાર્યા હતા. ગીર સોમનાથ જિલ્લાની અતિ રસાકસી ભરી અને કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી તાલાલા નગરપાલિકાની ચૂંટણીમાં વિસમ પરિસ્થિતિ વચ્ચે પણ તમામે વોર્ડની 24 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થતાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતાં જિલ્લાભરમાં તાલાલા નગરપાલિકાની ચૂંટણી ચર્ચાનો વિષય બની હતી.

આ પણ વાંચો:તાલાળા તાલુકા પંચાયતમાં 40 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર, ધારાસભ્ય ભગવાન બારડે કરી ફરિયાદ

મજબૂત કોંગ્રેસનો કરુણ રકાશ

નોંધનીય છે કે, ગત 2016માં તાલાલા પાલીકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે કાંટે કી ટકકર જેવી સ્‍થ‍િતિ હતી. જેમાં તાલાલામાં તો કોંગ્રેસ સતારૂઢ પણ થયેલી હતી અને એકાદ વર્ષ બાદ આંતરીક ખેંચતાણના કારણે કોંગ્રેસે સતા ગુમાવી હતી. આમ, ગત પાલીકાની ચૂંટણીમાં મજબુત કોંગ્રેસના આ વખતની ચૂંટણીમાં સુપડા સાફ જેવું ઘોવાણ થઇ ગયુ છે.

ABOUT THE AUTHOR

...view details