ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં સિમેન્ટના પતરા વિતરણ કરવાના સેવાયજ્ઞની શરૂઆત

તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લામાં મોટી તારાજી થઇ છે. ગીર ગઢડા, ઉના, રાજુલા અને જાફરાબાદ તાલુકાના છેવાડાના ગામડાઓમાં મોટાભાગના લોકોએ પોતાના 51 ઘરની છત ગુમાવી છે, પતરાં-નળિયા ઉડી અને તુટી ગયા છે, ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડાના બીજા જ દિવસથી ફૂડ પેકેટ, રાશન કીટ, વિતરણની કામગીરી કરવામાં આવી હતી.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં સિમેન્ટના પતરા વિતરણ કરવાના સેવાયજ્ઞની શરૂઆત
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં સિમેન્ટના પતરા વિતરણ કરવાના સેવાયજ્ઞની શરૂઆત

By

Published : Jun 7, 2021, 6:51 PM IST

  • સોમનાથ ટ્રસ્ટે તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં સહાય કરી
  • ફૂડ પેકેટ, રાશન કીટ અને પતરાવા વિતરણની કરી કામગીરી
  • લોકોને સેવા યજ્ઞમાં જોડાવવા ટ્રસ્ટે કરી અપીલ
    શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં સિમેન્ટના પતરા વિતરણ કરવાના સેવાયજ્ઞની શરૂઆત

ગીર સોમનાથઃ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લામાં મોટી તારાજી થઇ છે. ગીર ગઢડા, ઉના, રાજુલા અને જાફરાબાદ તાલુકાના છેવાડાના ગામડાઓમાં મોટાભાગના લોકોએ પોતાના 51 ઘરની છત ગુમાવી છે, પતરાં-નળિયા ઉડી અને તુટી ગયા છે, ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડાના બીજા જ દિવસથી ફૂડ પેકેટ, રાશન કીટ, વિતરણની કામગીરી કરવામાં આવી હતી. આમ કુલ 34,600 જેટલાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટર પાકોમાં ભારે નુકસાન: સર્વે

દાતાઓના સહયોગથી ટ્રસ્ટ દ્વારા પતરાં વિતરણની કામગીરી

અસરગ્રસ્ત ગામડાઓમાં પતરાંની જરૂરીયાતને ધ્યાનમાં રાખી 25,000 પતરાં વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી ટ્રસ્ટ દ્વારા પતરાં વિતરણની કામગીરી કરવામાં આવશે. આજે સોમવારે ગીર ગઢડા તાલુકાના ગામડાઓમાં પતરાં વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના 90 જેટલા સ્વયં સેવકો 18 ટ્રેક્ટરો સાથે પતરા વિતરણની કામગીરીમાં જોડાયા છે.

આ પણ વાંચોઃ તૌકતેના કારણે થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થતા મુખ્યપ્રધાન રૂપાણીની કૃષિ વિજ્ઞાનિકો સાથે બેઠક

સેવાયજ્ઞમાં જોડાવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપીલ

શ્રી સોમનાથ ટ્રસ્ટની ટીમ સાથે રહીને જરૂરીયાતમંદોને ઘરે-ઘરે જઇ પતરાંની મદદ પહોચાડે છે. આ સાથે ભગવાન સોમનાથજીની પ્રસાદી “ચિક્કી પ્રસાદી” પણ આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા એક પતરાંના રૂપિયા 600 લેખે દાન આપવા માટે પણ શિવભક્તોને અપીલ કરવામાં આવી છે. પે-ટીએમ તેમજ ટ્રસ્ટના એકાઉન્ટમાં રકમ જમાં કરાવી આ સેવાયજ્ઞમાં જોડાવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ વિગતો સોમનાથ ટ્રસ્ટે ટ્રસ્ટની વેબ સાઈટ પર રાખી છે.

ABOUT THE AUTHOR

...view details