ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળની રેયોન કંપનીના ગેસ ગળતર મામલે કલેક્ટર દ્વારા GPCBને તપાસના આદેશ

ઇન્ડીયન રેયોન કંપનીમાંથી ગેસ લીકેજના કારણે મંગળવારે રાત્રીના સમયે, રોષે ભરાયેલા સ્થાનીક લોકો જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાને રેયોન કંપનીના પ્રદૂષણની ફરિયાદ કરવા દોડી ગયા હતા. ત્યારબાદ, જિલ્‍લા કલેક્ટરએ GPCBના અઘિકારીઓને તપાસ કરી રીપોર્ટ આપવા આદેશ કર્યો છે.

વેરાવળની રેયોન કંપનીના ગેસ ગળતર મામલે કલેક્ટર દ્વારા GPCBને તપાસના આદેશ
વેરાવળની રેયોન કંપનીના ગેસ ગળતર મામલે કલેક્ટર દ્વારા GPCBને તપાસના આદેશ

By

Published : Apr 8, 2021, 2:13 PM IST

  • લોકોના રોષ બાદ સફાળા જાગેલા તંત્રએ તપાસના આદેશ છોડયા
  • GPCBના રીપોર્ટ બાદ કંપની સામે કાર્યવાહીનો નિર્દેશ આપ્‍યો
  • જયાં સુઘી તપાસ ન થાય ત્‍યાં સુધી કંપની દ્વારા ગેસ ન છોડવા સુચના

વેરાવળ:રેયોન કંપનીમાંથી ગેસ ગળતરના મામલે સ્‍થાનીક લોકોની વ્‍યાપક ફરિયાદ બાદ સફાળા જાગેલા તંત્રએ તપાસના આદેશ કર્યા છે. જિલ્‍લા કલેક્ટરએ GPCBના અઘિકારીઓને તપાસ કરી રીપોર્ટ આપવા આદેશ કર્યો છે. આ રીપોર્ટ આવ્‍યા બાદ રેયોન કંપની સામે કાર્યવાહી કરવાનો કલેક્ટરએ નિર્દેશ આપ્‍યો છે.

આ પણ વાંચો:વેક્સિન લેવામાં સુરતીઓ મોખરે, માત્ર 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

વારંવાર મુશ્કેલી સર્જાતી હોવાથી જિલ્લા કલેક્ટરને ફરિયાદ

મેગળવારની રાત્રે વેરાવળ રેયોન કંપનીના પ્‍લાન્‍ટ આસપાસની ખારવા સોસાયટી, પી.એન્ડ ટી કોલોની, મફતિયાપરા સહિતના વિસ્તારમાં રહેતા લોકોમાં શ્વાસ રૂંધાવો, ગળામાં બળતરા સહિતની તકલીફો થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે, નજીકમાં આવેલ ઇન્ડીયન રેયોન કંપનીમાંથી ગેસ લીકેજના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પ્રકારની મુશ્કેલી વારંવાર સર્જાતી હોવાથી મંગળવારે રાત્રીના જ રોષે ભરાયેલા સ્થાનીક લોકો જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાને રેયોન કંપનીના પ્રદૂષણની ફરિયાદ કરવા દોડી ગયા હતા. આ મામલે લોકોનો રોષ જોઇ એકશનમાં આવેલા તંત્રએ તપાસના આદેશો કર્યા છે.

કંપનીને ગેસ ન છોડવા આદેશ

જિલ્‍લા કલેક્ટર અજયપ્રકાશએ એક વાતચીતમાં જણાવેલ કે, રેયોન કંપનીમાંથી કોઇ ગેસ છોડયાની લોકો દ્રારા ફરિયાદમળી હતી. જેને લઇ રાત્રીના તુરંત જ ટેલીફોનીક જાણ કરી કંપનીને ગેસ છોડવાની પ્રક્રીયા રોકી દેવા આદેશ કરી દેવામાં આવેલ હતો. જયાં સુઘી તપાસ ન થઇ જાય ત્‍યાં સુઘી કંપની આવો કોઇ ગેસ ન છોડે તેવી કડક સુચના આપવામાં આવી છે. આ ગેસ ગળતર અંગે GPCBને તપાસ કરી રીપોર્ટ કરવા આદેશ કરવામાં આવેલ છે. જેનો રીપોર્ટ આવ્‍યા બાદ કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:વેરાવળની રેયોન કંપનીમાં ગેસ લીકેજની ફરિયાદ સાથે લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યાં

તટસ્‍થ તપાસ કરવા GPCBને આદેશ

નોંઘનીય છે કે, રેયોન કંપની ઘણા સમયથી ગેસ છોડી અને અવાજ પ્રદૂષણ ફેલાવી રહી હોવાનો સ્‍થાનીકો વારંવાર આક્ષેપ કરી રહયા છે. ત્‍યારે કલેક્ટરના આદેશ બાદ GPCB કેવી તપાસ કરે છે અને તે તપાસમાં શું બહાર આવે છે તે જોવું મહત્‍વનું રહેશે. પ્રદૂષણ ફેલાવવા મામલે GPCB સ્‍થાનીક લોકોને મળી તેઓની ફરિયાદ સાંભળી તટસ્‍થ તપાસ કરે તેવી સ્‍થાનીકોમાંથી માંગ ઉઠી રહી છે.

ABOUT THE AUTHOR

...view details