ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રાવણના ત્રીજા સોમવારે CM રૂપાણીએ સોમનાથમાં ઝુકાવ્યુ શીશ, મહાદેવની આરતી કરી ભક્તિમાં થયા લીન - સોમનાથમાં CM રૂપાણી

ગીર સોમનાથઃ શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે સોમનાથ મહાદેવની ધ્વજાપુજા કરી હતી. તેમજ સમગ્ર ગુજરાતની પ્રગતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

CM Rupani

By

Published : Aug 19, 2019, 9:38 AM IST

Updated : Aug 19, 2019, 1:00 PM IST

CM રૂપાણીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાના સોમનાથ મહાદેવ પાસે આશીર્વાદ માગ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી 2 દિવસના ગીરસોમનાથ જિલ્લાના પ્રવાસે છે.જ્યાં તેમણે રવિવારે જિલ્લા પંચાયત અને પોલીસ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આજે સવારે તેમણે સગા સ્નેહીઓ સાથે મળીને સોમનાથ મહાદેવની આરતીમાં ભાગ લીધો હતો. અને ત્યારબાદ ઘ્વજાપુજન અને આરતી કરી હતી.

સોમનાથમાં CM રૂપાણીએ શ્રવણના ત્રીજા સોમવારે મહાદેવની આરતી કરી ભક્તિમાં થયા લીન
Last Updated : Aug 19, 2019, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details