- સોમનાથની મુલાકાતે સીએમ વિજય રૂપાણીનું મોટું નિવેદન
- શાળાઓ ખોલવા બાબતે થોડી રાહ જોવી પડશે
- ગીરના ત્રણ તાલુકાના ખેડૂતોની પાણીની સમસ્યાનું હવે થશે નિવારણ
ગીર સોમનાથ : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બે દિવસિય સોમનાથની મુલાકાતે છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવા આવ્યો છું કે, ત્રીજી લહેર ન આવે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોના વચ્ચે તૌકતે નામનું વવાઝોડું આવ્યું અને 220ની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાએ 25 કલાક ગુજરાતને ઘમરોલ્યુ હતું. જે બાદ વડાપ્રધાને 1 હજાર કરોડની સહાય પણ મોકલી હતી.
સીએમ રૂપાણીએ કહ્યું કે શાળાઓ ખોલવાની રાહ જોવી પડશે આ પણ વાંચો : વટવા GIDCમાં 70 કરોડનો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ચ્યુલ લોકાર્પણ કર્યું
SMAથી પીડાતા બાળકની મદદ કરવા લોકોને અપીલ કરી
સીએમ રૂપાણીએ પત્રકારોને નિવેદન આપ્યું કે, વિવાન નામનો બાળક જેને SMA નામની બીમારી છે. તેમાં ધૈર્યરાજની જેમ જ સરકાર મદદ કરશે, પરંતુ લોકો પણ મદદ કરે તો વહેલી તકે બાળકને ઈન્જેક્શન મળી શકે.
સીએમ રૂપાણીએ કહ્યું કે શાળાઓ ખોલવાની રાહ જોવી પડશે આ પણ વાંચો : સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ભરૂચ ફલાય ઓવરબ્રીજ માટે રૂપિયા 41 કરોડની રકમ કરાઈ મંજૂર
102 કરોડની સિંચાઈ યોજનાને મંજૂર કરવામાં આવી
વેરાવળ ખાતે મુખ્યપ્રધાને વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારના શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે રૂપિયા 5.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 53 MLD કેપેસિટિના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રુપિયા 10.26 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ સ્ટ્રોમ વોટર ડ્રેઈન અને 15 જેટલા સ્થળોએ ફુટપાથ સહિત વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથેના પ્રોજેક્ટનુ ખાતમુર્હૂત મળી એકંદરે કુલ રૂપિયા 16 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કર્યું હતું. પાણીના પ્રોજેક્ટમા વેરાવળની બે લાખની વસ્તીને લાભ મળશે અને 25 વર્ષની વસ્તીનું આયોજન કરીને આ યોજના નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે. આ શાળાઓ ખોલવા બાબતે મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, એ માટે થોડી રાહ જોવી પડશે.