ગીર સોમનાથ: શ્રાવણ માસની શરૂઆત થઇ છે, ત્યારે મહાદેવના મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે, ત્યારે સોમનાથ મંદિર ખાતે પોલીસ દ્વારા ટોળું વળીને મંદિરની અંદર જવા પ્રયાસ કરતા લોકોને છૂટા પાડવા પ્રયત્ન કરી રહ્યા હતાં. જેમાં એક યુવક પડી જતા તેને પોલીસ ઉપર ગુસ્સો આવ્યો હતો. આ યુવકે પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસ કર્મચારીઓ દ્વારા તેના પર બળપ્રયોગ કરાયો હતો, ત્યારે સોશિયલ ડિસ્ટન્સને લઈને પોલીસ સોમનાથની અંદર કોઈપણ પ્રકારનું જોખમ નથી લેવા માંગતી.
સોમનાથમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવતી વખતે પોલીસ-યાત્રી વચ્ચે ઘર્ષણ - સોમનાથ મંદિર
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની અંદર શ્રાવણ માસની શરૂઆત થઇ છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સને લઈને પોલીસ અને યાત્રી સામ સામે આવી ગયા હતાં.
સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવતી સમયે પોલીસ અને યાત્રી વચ્ચે ઘર્ષણ
જો સોમનાથમાંથી કોરોના વિસ્ફોટ થયો તો તે વ્યવસ્થા તંત્ર ઉપર પ્રશ્નાર્થ ઊભા કરશે. પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું સજ્જળ પાલન કરાવવા માટે તમામ પ્રયત્નો કરાઈ રહ્યાં છે, ત્યારે ઉપરી અધિકારીઓની મધ્યસ્થી બાદ પોલીસ કર્મચારીઓ અને યુવાનનો વિવાદ પૂર્ણ થયો હતો.