- સુત્રાપાડા રોડ પર લાટી ગામ નજીક દરોડો
- અરજણ મેણસી સોલંકીની માલિકીની જગ્યામાં દરોડો
- ગુરુકૃપા ટ્રેંડર્સ નામે તાતીવેલા ગામનો પ્રફુલ્લ સામત રામ ગેરકાયદે વેચાણ કરતો હોવાનું સામે આવ્યું
- સીન્ટેક્સની 10 હજાર લીટર વાળી બે ટાંકીમાં 8000 લીટર બાયોડિઝલ મળી આવ્યું
- 6.50 લાખનો મુદ્દામાલ સિઝ
- ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પી.આઈ જે.એસ. કંડોરીયા સહિતની ટીમ દ્વારા પડ્યો દરોડો
- સુત્રાપાડા મામલતદાર આર. એસ. હુણ સહિતનો સ્ટાફ જોડાયો ગીર સોમનાથમાં બાયો ડીઝલના વેચાણ પર સીઆઇડી ક્રાઇમનો દરોડો
ગીર સોમનાથઃ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થઇ રહેલા બાયોડીઝલના રેકેટનો ગાંઘીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી ભાંડાફોડ કરી 8 હજાર લીટર બાયોડીઝલ સહિત રૂ.6.50 લાખનો મુદામાલ સીઝ કરતા ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં સ્થાનિક પોલીસ અને તંત્રને અંઘારામાં રાખી ગાંઘીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે કરેલી કાર્યવાહીથી અઘિકારી વર્ગોમાં હડકંપ જેવો માહોલ પ્રસર્યો છે.
પીઆઈ જે.એસ.કંડોરીયાની ટીમે દરોડો પાડી તપાસ હાથ ઘરી
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ 23 માર્ચ સવારે જિલ્લામાં સુત્રાપાડા રોડ પર લાટી ગામ નજીક અરજણ મેણસી સોલંકીની માલિકીની જગ્યામાં બાયોડીઝલના પંપ પર ગાંઘીનગરની સીઆઇડી ક્રાઇમના પીઆઈ જે.એસ.કંડોરીયાએ ટીમે દરોડો પાડી તપાસ હાથ ઘરી હતી.
આ પણ વાંચોઃગીર સોમનાથના વાડલા ગામે બે સિંહે ગામ વચ્ચે ગાયોનું મારણ કર્યું