ગુજરાત

gujarat

ETV Bharat / state

Dog Attack Kodinar : કોડીનારમાં રખડતા શ્વાને હુમલો કરતા બાળકનું થયું મોત - પાંચ વર્ષના માસુમ બાળકનું મોત થયું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં હૃદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. મામાની ઘરે આવેલા પાંચ વર્ષના માસુમ બાળકને રખડતા શ્વાને ફાડી ખાતા બાળકનું મોત થયું છે.

Dog Attack Kodinar : કોડીનારમાં રખડતા શ્વાને હુમલો કરતા બાળકનું થયું મોત
Dog Attack Kodinar : કોડીનારમાં રખડતા શ્વાને હુમલો કરતા બાળકનું થયું મોત

By

Published : Mar 31, 2023, 7:10 AM IST

ગીર સોમનાથ : છેલ્લા કેટલાક દિવસોથી રખડતા શ્વાનનો આતંક વધી ગયો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં હૃદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. મામાની ઘરે આવેલા પાંચ વર્ષના માસુમ બાળકને રખડતા શ્વાને ફાડી ખાતા બાળકનું મોત થયું છે.

કોડીનારમાં શ્વાને બાળકનો લીધો ભોગ :ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં ગઈકાલે સાંજના સમયે હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી હતી. જેમાં પાંચ વર્ષના એક બાળકનું કમ કમાટી ભર્યું મોત થયું છે, પાંચ વર્ષનો આ બાળક તેના મામાની ઘરે આવ્યો હતો, ત્યારે સાંજના સમયે બાળક ઘરની બહાર રમી રહ્યું હતું ત્યારે અચાનક ઉશ્કેરાઈને હિંસક બનેલા રખડતા શ્વાને બાળક પર નિર્દયતાથી હુમલો કરી દેતા બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, બાળકનુ મોત થતા સમગ્ર કોડીનાર શહેર અને જિલ્લામાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

આ પણ વાંચો :Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો

રખડતા શ્વાનોથી હવે શહેરીજનો પણ ભયભીત :રખડતા શ્વાનના હુમલાથી બાળકનું મોત થતા કોડીનારના શહેરીજનો પણ હવે ભયભીત બન્યા છે. ખૂબ જ આક્રમકતાથી રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. બાળકના શરીર પર અસંખ્ય હુમલાના નિશાનો હતા જે પરથી કહી શકાય કે શ્વાન કેટલી હદે હિંસક બનીને બાળક પર હુમલો કર્યો હશે. આ પ્રકારે અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં શ્વાનના હુમલામાં કોઈ બાળકનું મોત થયું નથી, પરંતુ જિલ્લાનો આ પાછલા કેટલાય વર્ષોનો પ્રથમ બનાવ હશે કે જેમાં બાળકનું મોત થયું છે. સમય રહેતા રખડતાં શ્વાનો પર સિકંજો કસવામાં આવે નહીંતર આ જ પ્રકારે શ્વાનો નાના બાળકો પર હુમલા કરતા રહેશે જેની કિંમત માસુમ બાળકોએ ચૂકવવી પડશે. હાલ તો સમગ્ર મામલામાં કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવા આવી નથી, પરંતુ શ્વાન ૃના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બાળકને સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, ત્યારબાદ તેમની અંતિમ વિધિ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Surat Dog Bite Case: માસૂમ બાળકી પર 30થી વધુ ડોગ બાઈટના ઘા, સારવાર બાદ મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details