ગુજરાત

gujarat

ETV Bharat / state

CM વિજય રૂપાણીએ વીડિયોકોલ દ્વારા સોમનાથ મહાદેવના કર્યા દર્શન, કોરોનાને નાથવા કરી પ્રાર્થના - વિજય રૂપાણીએ વિડીયોકોલ દ્વારા સોમનાથ મહાદેવના દર્શન પૂજા કર્યા

આખો દેશ અને વિશ્વ કોરોનાની મહામારી સામે જંગ લડી રહ્યું છે. ત્યારે ગુજરાતની અંદર પણ કોરોનાના દસ હજાર જેટલા કેસ નોંધાયા છે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વીડિયોકોલ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે જ કોરોનામાંથી વિશ્વ અને ભારત સુખરૂપ બહાર આવે તેના માટે મહાપૂજા કરી હતી.

vijay rupani
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

By

Published : May 16, 2020, 5:21 PM IST

ગીર સોમનાથ: આખો દેશ અને વિશ્વ કોરોનાની મહામારી સામે જંગ લડી રહ્યું છે. ત્યારે ગુજરાતની અંદર પણ કોરોનાના દસ હજાર જેટલા કેસ નોંધાયા છે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વીડિયોકોલ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે જ કોરોનામાંથી વિશ્વ અને ભારત સુખરૂપ બહાર આવે તેના માટે મહાપૂજા કરી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિડીયોકોલ દ્વારા સોમનાથ મહાદેવના દર્શન પૂજા કર્યા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સોમનાથ મહાદેવ પ્રત્યેની ભક્તિથી સૌ કોઇ પરિચિત છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે મુખ્યપ્રધાને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી ઈ-સંકલ્પની મદદથી ઓનલાઇન પૂજા કરી હતી.

જેમાં સોમનાથ મહાદેવ ટ્રસ્ટના ટેમ્પલ મેનેજર સાથે ડબલ ફ્રેમ વિડીયોકોલ કરી અને તેમણે પ્રતીક રૂપે શિવલિંગની મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી પૂજા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details