ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથમાં ચાર પ્રકલ્પના લોકાર્પણ પૂર્વે મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન - સીએમ રુપાણી સોમનાથ મહાદેવના દર્શને

મુખ્યપ્રધાને રૂપાણી આજે સોમનાથના ચાર પ્રકલ્પનું લોકાર્પણ કરવા માટે સોમનાથ આવ્યાં હતાં. મુખ્યપ્રધાન રૂપાણીએ તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે સોમનાથ મહાદેવને અભિષેક કર્યો હતો અને આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે તેમાં ભવ્યાતિભવ્ય સફળતા મળે તેવી સોમનાથદાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

સોમનાથમાં ચાર પ્રકલ્પના લોકાર્પણ પૂર્વે મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન
સોમનાથમાં ચાર પ્રકલ્પના લોકાર્પણ પૂર્વે મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન

By

Published : Aug 20, 2021, 3:09 PM IST

  • મુખ્યપ્રધાન રૂપાણીએ પરિવાર સાથે સોમનાથદાદાના કર્યા દર્શન
  • સોમનાથ મહાદેવ પર જળાભિષેક કરીને લોકાર્પણની ભવ્યાતિભવ્ય સફળતાની કરી પ્રાર્થના
  • વહેલી સવારે મુખ્યપ્રધાન રૂપાણીએ પત્ની અંજલિબેન સાથે મહાદેવના લીધાં આશીર્વાદ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સોમનાથમાં નવનિર્મિત ચાર પ્રકલ્પના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી મુખ્યપ્રધાન રૂપાણીએ આજે વહેલી સવારે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે સોમનાથ મહાદેવના દર્શન અભિષેક અને પૂજા કરીને આજે લોકાર્પણ થવા જઇ રહેલા તમામ પ્રકલ્પોને ભવ્યાતિભવ્ય સફળતા મળે તેવી સોમનાથદાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

તમામ પ્રકલ્પોને ભવ્યાતિભવ્ય સફળતા મળે તેવી સોમનાથદાદાના ચરણોમાં પ્રાર્થના

જળાભિષેક કરીને તેમના આશીર્વાદ માગ્યાં

મુખ્યપ્રધાન રૂપાણીએ તેમની પત્ની સાથે સોમનાથ મહાદેવ પર જળાભિષેક કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. ત્યારબાદ મુખ્યપ્રધાને રૂપાણી પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યાં હતાં અને સોમનાથના સુવર્ણ ઇતિહાસમાં ચાર પ્રકલ્પના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં વિકાસના 4 પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલારોપણ કર્યું

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી સોમનાથમાં, જાણો વિકાસકાર્યોનું લોકાર્પણ કરતી વખતે શું કહ્યું

ABOUT THE AUTHOR

...view details