ગુજરાત

gujarat

ETV Bharat / state

સૂર્યગ્રહણના કારણે સોમનાથ મંદિરના દર્શન સમયમાં કરાયો ફેરફાર - સુર્યગ્રહણ ન્યુઝ

ગીર સોમનાથ: ભારતમાં 25 અને 26 ડીસેમ્બરે સુર્યગ્રહણ છે. આ નિમિત્તે પ્રથમ જ્યોતીર્લીંગ એવા સોમનાથ મંદિરમાં પૂજા અને આરતી સમયમાં ફેરફાર કરાયો છે. જો કે, મંદિર નિયત સમયે સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 સુધી ખુલ્લું રહેશે. તેમજ યાત્રિકોને દર્શનમાં કોઈ સમસ્યા રહેશે નહી.

somnath-temple
ગીર- સોમનાથ

By

Published : Dec 23, 2019, 8:02 PM IST

સોમનાથ મંદિરમાં 25 અને 26 ડીસેમ્બરે થનાર સુર્યગ્રહણ સંદર્ભે પૂજા અને આરતી સમયમાં ફેરફારો કરવામાં આવશે. જેમાં તા. 25 ની સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી બાદ 8 વાગ્યાથી કોઈ પૂજા આરતી કે વિશેષ કાર્યક્રમો નહી થાય. જ્યારે તા.26 ના રોજ સવારે 7 વાગ્યે થતી પ્રાત: પૂજા-આરતી બંધ રહેશે.

સૂર્યગ્રહણના કારણે સોમનાથ મંદિરના દર્શન સમયમાં કરાયો ફેરફાર

જ્યારે 12 વાગ્યે થનાર મધ્યાહન આરતી નિયત સમય મુજબ કરવામાં આવશે. તેમજ મંદિર નીયત સમયે ખુલશે અને બંધ કરાશે જેમાં કોઈ ફેરફારો થશે નહી.

ABOUT THE AUTHOR

...view details