ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાની જેલમાં બંદીવાન માછીમારનું મોત થતા પરિવાર અને માછીમાર સમાજમાં શોક - fisherman news

પાકિસ્તાનની જેલમાં મોટી સંખ્યામાં માછીમારો કેદ છે. ત્યારે ગીર-સોમનાથના કોડિનાર માછીમારનું મોત થયુ હતુ. આ માછીમાર 2019થી પાકિસ્તાનની જેલમાં કેદ હતો. ત્યારે તેનું બિમારીને કારણે મોત થયું છે.

માછીમારનું મોત
માછીમારનું મોત

By

Published : Mar 30, 2021, 12:05 PM IST

Updated : Mar 30, 2021, 1:35 PM IST

  • પાકિસ્તાનની જેલમાં મોટી સંખ્યમાં માછીમારો બંદીવાન
  • માછીમાર 2019માં પકડાયેલા ત્યારથી પાક જેલમાં કેદ હતો
  • બિમારીના કારણે માછીમારનું મોત થયું હતું

ગીર સોમનાથ : જિલ્લાના કોડિનાર તાલુકાના નાનાવાડા ગામના પાક જેલમાં બંદીવાન માછીમારનું મોત થયુ હતું. આ સમાચારના પગલે તેના પરિવાર અને માછીમાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. આ માછીમાર વર્ષ 2019થી પાકિસ્તાની જેલમાં કેદ હતો. ત્રણેક દિવસ પૂર્વે બિમારીના લીધે મોત થયાની વિગતો સામે આવી હતી.

આ પણ વાંચો : પાકની નાપાક હરકતઃ ઓખાની 2 બોટ અને 20 માછીમારોનું પાકિસ્તાન સિક્યુરીટી એજન્સીએ કર્યું અપહરણ

જેલમાં અનેક યાતનાઓ ભારતીય માછીમારો ભોગવી રહ્યા


પાકિસ્તાનની જેલમાં મોટી સંખ્યમાં માછીમારો બંદીવાન છે. ત્યાંની જેલમાં અનેક યાતનાઓ ભારતીય માછીમારો ભોગવી રહ્યા છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના નાનાવાડા ગામનો ભારતીય માછીમાર રમેશ તાભા સોચાનું ત્રણ દિવસ પહેલા તારીખ 26 માર્ચના રોજ મૃત્યુ થયું હતું. આ માછીમાર પોરબંદરની સાગર જયપુર મસાણીની સાધના નામની બોટ નં.GJ 25 MM 1734માં ફિશીંગ માટે ગયો હતો. આ બોટ ગત તા.5/5/2019 ના રોજ પાકીસ્તાન મરીન અજેન્સીએ જળસીમાએ પકડી હતી. ત્યારથી આ જેલના માછીમારો પાકિસ્તાનની જેલમાં બંદીવાન છે. જે પૈકીના એક માછીમારનું મોત થયું છે.

આ પણ વાંચો : પાકિસ્તાને ફરી 11 ભારતીય માછીમારોની કરી ધરપકડ

Last Updated : Mar 30, 2021, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details