ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે - કોડીનાર

ગીર સોમનાથ જિલ્લામાં આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે. ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની 28, 6 તાલુકા પંચાયતની 128 બેઠક અને નગરપાલિકાના 33 વોર્ડમાં ચૂંટણી યોજાશે.

ગીર સોમનાથમાં આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે
ગીર સોમનાથમાં આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે

By

Published : Feb 8, 2021, 1:53 PM IST

  • 28 ફેબ્રુઆરીએ મતદાન અને 2 માર્ચે મતગણતરી કરવામાં આવશે
  • જિ.પં.ની 28 બેઠક, 6 તાલુકા પંચાયતની 128 બેઠક, ન.પા.ના 33 વોર્ડમાં ચૂંટણી યોજાશે
  • જિલ્લામાં 816 મતદાનમથક પર 7,00,127 મતદારો મતદાન કરશે

ગીર સોમનાથઃ ગીર-સોમનાથ જિલ્લામાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચુંટણીના ફોર્મ ભરવાનું શરૂ કરાશે, જેમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો, 6 તાલુકા પંચાયતની 128 બેઠકો તેમ જ ચાર નગરપાલિકાના 33 વોર્ડનો સમાવેશ થાય છે. જિલ્લામાં 816 મતદાનમથક પર 7,00,127 મતદારો મત આપશે.

ગીર સોમનાથમાં આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે

જિલ્લામાં 816 મતદાન મથક પર 7 લાખ મતદારો મતદાન કરશે

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્રએ તડામાર તૈયાર કરી છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 816 મતદાન મથક છે, જેમાં કુલ 7,00,127 મતદારો છે. આ મતદારોમાંથી પુરુષ ઉમેદવારોની સંખ્યા 3,60,515 અને મહિલા મતદારોની સંખ્યા 3,39,609 છે. જ્યારે 5 નગરપાલિકામાં 2,25,757 મતદારો નોંધાયેલ છે. તેમા પુરૂષ મતદારો 1,15,157 અને મહિલા મતદારો 1,10,599 છે અને ત્રીજી જાતિના 1 જ ઉમેદવાર છે.


વેરાવળ તાલુકાની વિગત

વેરાવળ તાલુકામાં જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 22 બેઠક છે, જેના મતદાનમથક 128 છે. આમાં પુરૂષ મતદાર 58,104, સ્ત્રી મતદાર 55,626 મળી કુલ 1,13,730 મતદાર છે.

તાલાલા તાલુકાની વિગત

તાલાલા તાલુકામાં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 18 બેઠક છે, જેના મતદાનમથક 106 છે. આમાં પુરૂષ મતદાર 46,194, સ્ત્રી મતદાર 42,703 છે. જ્યારે ત્રીજી જાતિ મળી કુલ 88,899 મતદારો નોંધાયેલા છે.

સૂત્રાપાડા તાલુકાની વિગત

સૂત્રાપાડા તાલુકામાં જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 18 બેઠક છે, જેના મતદાનમથક 106 છે. આમાં પુરૂષ મતદાર 48,103, સ્ત્રી મતદાર 45,974 મળી કુલ 94,077 મતદાર નોંધાયેલા છે.

ઊના તાલુકાની વિગત

ઊના તાલુકામાં જિલ્લા પંચાયતની 7 અને તાલુકા પંચાયતની 26 બેઠક છે. અહીં 175 મતદાન મથક છે. અહીં પુરૂષ મતદાર 82,522, સ્ત્રી મતદાર 77,629 મળી કુલ 1,60,151 મતદાર નોંધાયેલા છે.

કોડીનાર તાલુકાની વિગત

કોડીનાર તાલુકામાં જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 24 બેઠક છે. અહીં 173 મતદાન મથક છે. અહીં પુરૂષ મતદાર 71,882, સ્ત્રી મતદાર 68,384 મળી કુલ 1,40,266 મતદારો નોંધાયેલા છે.

28 ફેબ્રુઆરીએ મતદાન અને 2 માર્ચે મતગણતરી કરવામાં આવશે
ગીરગઢડા તાલુકાની વિગત

ગીરગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 20 બેઠક છે. અહીં 128 મતદાન મથક છે. પુરૂષ મતદાર 53,710, સ્ત્રી મતદાર 49,293 છે. જ્યારે ત્રીજી જાતિના 1 મળી કુલ 1,03,004 મતદારો નોંધાયેલા છે.

ગીર સોમનાથ જિલ્લા પંચાયત

જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે 8 ફેબ્રુઆરી એટલે કે આજથી ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 188 બેઠકોમાં 4,09,583 પુરૂષો અને 3,75,050 સ્ત્રીઓ મળી કુલ 7,84,634 મતદારો મતદાન કરશે. 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે પુન:મતદાનની શક્યતા જણાય તો 1 માર્ચે થશે અને 2 માર્ચે મતગણતરી કરવામાં આવશે. જ્યારે 5 માર્ચે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

ABOUT THE AUTHOR

...view details