ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથમાં ગત 48 કલાકથી BSNL નેટવર્ક થયું ઠપ્પ - ગીર સોમનાથના તાજા સમાચાર

ગીર સોમનાથ અને વેરાવળમાં ગત 48 કલાકથી ભારત સંચાર નિગમ લિમિટેડ નેટવર્ક(BSNL) ઠપ્પ થતાં ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ બીએસએનએલ પોતાની અસ્તિત્વનો જંગ લડી રહી છે. આવી પરિસ્થિતીમાં ગત 48 કલાકથી ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ અને સોમનાથમાં નેટવર્ક ઠપ્પ થઈ જતા ગ્રાહકો ભારે પરેશાનીમાં જોવા મળી રહ્યા છે.

BSNL નેટવર્ક ઠપ્પ
BSNL નેટવર્ક ઠપ્પ

By

Published : Jan 9, 2021, 10:29 PM IST

  • 48 કલાકથી વેરાવળ અને સોમનાથમાં બીએસએનએલ નેટવર્ક થયું ઠપ્પ
  • નેટવર્ક ઠપ્પ થતા બીએસએનએલના ફોન ધારકો થયા પરેશાન
  • BSNLના ગ્રાહકોએ ઈ ટીવી ભારતનો સંપર્ક કરીને નેટવર્ક ઠપ્પની આપી જાણકારી

ગીર સોમનાથ: વેરાવળ અને સોમનાથમાં ગત 48 કલાકથી ભારત સંચાર નિગમ લિમિટેડના મોબાઇલ ફોનનું નેટવર્ક બંધ થતા ગ્રાહકો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. વર્તમાન સમયમાં બીએસએનએલ ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ગ્રાહકોની પરેસાની ગત 48 કલાકથી બંધ થયેલા નેટવર્કને કારણે વધી રહી છે. બંધ થયેલા નેટવર્કને લઈને ETV BHARATના દર્શક ભાસ્કર વૈદ દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ગત કેટલાય વર્ષોથી બીએસએનએલના ગ્રાહક રહેલા ભાસ્કરભાઈ આજે બીએસએનએલના નેટવર્કને લઈને ખૂબ જ પરેશાન જોવા મળ્યા છે. સોમનાથમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે બીએસએનએલ નેટવર્કની સમસ્યાને કારણે અહીં આવતા યાત્રિકોને પણ પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.

બીએસએનએલની સેવા દિવસેને દિવસે વધુ ખામીયુક્ત બનતા જુના ગ્રાહકો બન્યા પરેશાન

સ્વતંત્ર ભારતની એકમાત્ર મોટી કંપની તરીકે ભારત સંચાર નિગમ લિમિટેડ એક સમયે ગર્વભેર સેવાઓ પૂરી પાડતી હતી. ત્યારબાદ ભારતમાં ખાનગી કંપનીઓનું આગમન થતાં ધીરે ધીરે બીએસએનએલ નબળું પડ્યું છે, ત્યારે ગત 48 કલાકથી સોમનાથ અને પાટણમાં બીએસએનએલ નેટવર્ક બંધ જોવા મળે છે. જેને લઇને બીએસએનએલના મોબાઈલ ધારકો ખૂબ જ પરેસાનીમાં જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details