ગુજરાત

gujarat

ETV Bharat / state

ધંધુકાની ભાદર નદી કિનારેથી મૃતદેહ મળ્યો - old man

અમદાવાદ જિલ્લામાં આવેલા ધંઘુકા શહેર નજીક ભાદર નદી પાસેથી કોહવાઇ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

aatm hatya
આત્મહત્યા

By

Published : Mar 19, 2021, 4:23 PM IST

  • કઢંગી હાલતમાં મળ્યો મૃતદેહ
  • મૃતદેહ અંગે પોલીસની તપાસમાં વાગડ ગામનો વૃદ્ધ હોવાનું સામે આવ્યું
  • પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપાયો

અમદાવાદ : ધંધુકા તાલુકાના વાગડ ગામે ભાદર નદીના કાંઠે આવેલી બાવળની જાડીની આ આડાસમાંથી કોહવાઈ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં ધંધુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવક ગત 5 દિવસથી ઘરમાં કોઇની જણાવ્યા વગર નીકળી ગયો હતો. આ યુવક સમયસર ઘરે પરત ન ફરતા પુત્ર તે તેના સગા સંબંધીઓને તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ ફોનનો કોઇ જવાબ ન મળવાથી પરિવારજનો તેમને શોધવા નિકળ્યા હતા, પરંતુ ક્યાંય મળી આવ્યો ન હતો. અંતે ત્રણ સંતાનોના પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતદેહ પાસેથી કપડાની થેલી અને માછલી પકડવાના જાળ મળી આવી

આ યુવકના મૃતદેહ પાસેથી માછલી પકડવાની જાળ તેમજ કપડા ભરેલી થેલી મળી આવી હતી. અજાણ્યા કારણોસર મોત થયું હોય, તેમ પોલીસ માની રહી છે. ધંધૂકા પોલીસે અકસ્માતે ગુનો નોંધી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપ્યો હતો. આ કેસ અંગે હાલ ધંધુકા પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો :બનાસકાંઠાના થરા પાસેથી નર્મદા કેનાલમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો

ABOUT THE AUTHOR

...view details