ગુજરાત

gujarat

ETV Bharat / state

Exclusive: રાષ્ટ્ર વિરોધીઓ મને મારવા માગે છે, અંગત કોઇ દુશ્મન નથી: ગોરધન ઝડફિયા - bjp gujarat

મુંબઈથી આવેલો એક શાર્પશૂટર અમદાવાદમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યાની સોપારી લઈને આવ્યો હોવાની બાતમી ATSને મળી હતી. જેના આધારે ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શાર્પશૂટરને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે શાર્પશૂટરે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.

gordhan
ગોરધન ઝડફિયા

By

Published : Aug 19, 2020, 4:49 PM IST

ગીર સોમનાથ: અમદાવાદ શહેરમાંથી શંકાસ્પદને પકડવા ગયેલી ATS પર શાર્પશૂટરે ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ શૂટરને ઝડપ્યા બાદ સોમનાથમાં ETV ભારતે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ વિશે માહિતી આપી હતી.

Exclusive: રાષ્ટ્ર વિરોધીઓ મને મારવા માગે છે, અંગત કોઇ દુષ્મન નથી: ગોરધન ઝડફિયા

અમદાવાદમાં ATS એક શખ્સની ધરપકડ કરી છે, જે પૂર્વ ગૃહપ્રધાન અને હાલ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની સોપારી લઈને તેમની હત્યા કરવા ગુજરાત આવ્યો હતો. ત્યારે સોમનાથમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગોરધન ઝડફિયાએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં પોતાનો કોઇપણ દુશ્મન ન હોય પણ પોતાના રાષ્ટ્રવાદી ભાષણોથી રાષ્ટ્રવિરોધી લોકો પોતાની હત્યા કરવા ઇચ્છતા હોય તેમ જણાવ્યું હતું. ભાજપ નેતા ઝડફિયાએા જણાવ્યું હતું કે, સરકાર તેમણે Y કેટેગરીની સુરક્ષા આપી રહી છે, સરકાર જો તેને વધારવા ઈચ્છે તો તેમને કોઈપણ પ્રકારનો વાંધો નથી.

મળતી માહિતી પ્રમાણે ATS દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેનું નામ ઈરફાન ઇલ્યાસ શેખ છે. ઈરફાન ઇલ્યાસ શેખ પાસેથી બે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેના મોબાઇલમાં ટેકનિકલ રીતે તપાસ કરતા ગોરધન ઝડફિયાના ફોટા, વીડિયો હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details