- વેરાવળ ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ આપશે સેવા
- કોઈ પણ પ્રકારની તબીબી સેવા માટે બનશે તમારા સારથી
- 24 કલાક ઉપલબ્ધ એમ્બ્યુલન્સ સેવા
ગીર સોમનાથ: વેરાવળ શહેરના દરેક નાગરીકો માટે ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા ઓટો એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવેલી છે. વેરાવળમાં આવેલા ઔદ્યોગિક એકમ ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ અને ઓટો રિક્ષા ડ્રાઇવર્સના એક નાનકડા ગ્રુપના સહયોગથી શહેરમાં ઓટો એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવેલી છે. આ પ્રકલ્પ માટે પાંચ સમર્પિત ઓટો સારથીઓનો સાથ મળ્યો છે.
આ પણ વાંચો: સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી વિરમગામને એમ્બ્યુલન્સ ફાળવાઇ, વિરમગામ નગરપાલિકા ખાતે કરાયું લોકાર્પણ
જરૂરતમંદ વ્યકિતને 24 કલાક ઓટો રિક્ષા પરિવહન સુવિધા પુરી પાડવામાં આવશે
ઇન્ડીયન રેયોનના યુનિટ હેડ શશાંક પરીક દ્વારા કંપનીના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવી આ ઓટો એમ્બ્યુલન્સન પ્રસ્થાન કરવામાં આવેલું હતું. સુરક્ષા માટે યુનિટ એચ. આર. હેડ રજત ડે તથા પદાધિકારીઓના હસ્તે દરેક ડ્રાઇવર્સને PPE કીટ, ફેસ શિલ્ડ, હેન્ડ સેનિટાઇઝર, માસ્ક, ગ્લોવ્ઝ આપવામાં આવ્યા હતા. આ સેવામાં આરોગ્ય હેતુ માટે વ્યાજબી દરથી માત્ર એક ફોનથી જરૂરતમંદ વ્યકિતને 24 કલાક ઓટો રિક્ષા પરિવહન સુવિધા પુરી પાડવામાં આવશે.