સોમનાથઃદિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમનાથની ટૂંકી મુલાકાતે (Kejriwal visit Somnath )આવી રહ્યા છે. આજે તેઓ હિમાચલથી રાજકોટ અને ત્યારબાદ કેશોદ હવાઈ મથકે આવી પહોંચશે. જ્યાંથી તે મોટર માર્ગે સોમનાથ જવા મોડી સાંજે રવાના થશે રાત્રી રોકાણ સોમનાથની ખાનગી હોટેલમાં કર્યા કરશે. વહેલી સવારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમનાથ મહાદેવના દર્શન પૂજા અને ધ્વજારોહણ કરીને તેમની (Kejriwal visit Gujarat)એક દિવસની સોમનાથની યાત્રાને પૂર્ણ કરશે.
આ પણ વાંચોઃગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત
કેજરીવાલનો દર્શન પૂજા અને ધ્વજારોહણનો કાર્યક્રમ -તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ રાજકોટ ખાતે જવા (Kejriwal visit Rajkot )રવાના થશે. પહેલા અરવિંદ કેજરીવાલની મુલાકાત 1લી તારીખ અને સોમવારના દિવસે દર્શન અને પૂજાનું આયોજન થયું હતું. પરંતુ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાને કારણે દર્શન પૂજા અને ધ્વજારોહણનો કાર્યક્રમ વહેલો આયોજિત કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન 6 વર્ષ અને 16 દિવસ બાદ ફરી એક વખત સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે.
આ પણ વાંચોઃકેજરીવાલે મોટી જાહેરાત કરતા એવું કેમ કહ્યું - તમે માત્ર કેરી ખાઓ
ફરી એક વખત સોમનાથની મુલાકાત -દિલ્હીના મુખ્યપ્રધાન બન્યા બાદ 9 જુલાઈ 2016 ના દિવસે સોમનાથમાં દર્શન કરીને જાહેર સભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ બીજી વખત સોમનાથ આવી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી જગમાલ વાળાએ જણાવ્યું છે કે આવતી કાલે અરવિંદ કેજરીવાલ સોમનાથ મહાદેવની ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા અભિષેક અને ધ્વજારોહણ કરશે અને ત્યારબાદ 1લી ઓગસ્ટના દિવસે ફરી એક વખત સોમનાથ આવશે. તેઓ વેરાવળમાં આયોજિત જાહેર સભાને પણ સંબોધન કરશે અને સંભવત ત્યારથી આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનીતિની સાથે ચૂંટણી પ્રચારનું કાર્ય પૂરજોસમાં શરૂ થતું જોવા મળશે.