- પ્રજા પાસેથી વેરો વસુલવાની નીતિ પડ્યા પર પાટુ સમાન
- કોડીનારમાં વેપાર-ધંધા પડી ભાંગ્યા છે ત્યારે પાલિકા વેરો મોકૂફ રાખે
- આંશિક લોકડાઉનના સમયગાળામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ભેગી કરી કરવી મુશ્કેલ
ગીર સોમનાથ: કોડીનાર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર દ્વારા કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ કોડીનાર નગરપાલિકા દ્વારા ઇમારતો ઉપર ગટર વેરો અને દિવાબતી વેરો વસુલ કરવા સામાન્ય સભામાં ઠરાવ કરી વેરાના દ૨ અને નિયમો મંજૂ૨ કરેલ છે.
આ પણ વાંચો: વડોદરા સાડીના વેપારીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
મહામારીમાં મદદરૂપ થવા માંગ
હાલ કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી ધંધા-રોજગાર સાવ પડી ભાંગ્યા છે. તેમજ અસહ્ય મોંઘવારીમાં પ્રજાજનોને જીવન ધોરણ ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા હોય બહુ વિકટ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે. લોકો દ્વારા અગાઉ મિલકત વેરો માફ કરવા પણ સરકારમાં માંગણી કરવામાં આવી હતી. તેમજ અન્ય સહાયો મેળવવા પણ માંગણીઓ થઈ રહી છે.