ગુજરાત

gujarat

ETV Bharat / state

તાલાલામાં આંબા અને નાળિયેરીના નુકસાનીનો અલગ સર્વે કરાવવા મુદ્દે આવેદન - Application for conducting separate survey of mango and coconut damage in Talala

તાલાલા તાલુકામાં તૌકતે વાવાઝોડાના વિનાશમાં પંથકનું અમૃતફળ કેસર કેરી, ઉનાળુ ફસલ ઉપરાંત કેરીના આંબા તથા નાળીયેરીના વૃક્ષોનું પારાવાર નીકંદન નીકળી ગયું છે. વાવાઝોડાની તારાજીના કારણે નોંધારા થઈ ગયેલા કિસાનોને ઉગારવા વિના વિલંબે સહાય આપવાની માંગણી સાથે તાલાલા તાલુકા બિન રાજકીય ખેડુત સંગઠનો સંમેલન યોજયેલ બાદમાં તંત્રને આવેદન પત્ર આપ્યું હતું.

તાલાલામાં આંબા અને નાળિયેરીના નુકસાનીનો અલગ સર્વે કરાવવા મુદ્દે આવેદન
તાલાલામાં આંબા અને નાળિયેરીના નુકસાનીનો અલગ સર્વે કરાવવા મુદ્દે આવેદન

By

Published : May 24, 2021, 2:21 PM IST

Updated : May 24, 2021, 2:53 PM IST

  • આંબા અને નાળિયેરીને નુકસાનીનો અલગ સર્વે કરાવવા મુદ્દે આવેદન પત્ર પાઠવાયું
  • 45 ગામોમાં ઉનાળુ પાક ઉપરાંત કેસર કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન
  • નુકસાન બદલ તાકિદે સહાય પેકેજ જાહેર કરવા માગણી

ગીર સોમનાથ:તાલાલા તાલુકા બિન રાજકીય ખેડુત અગ્રણીઓનું સંમેલન મળ્યું હતું. જેમાં વિવિધ ગામના ખેડુત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલાલા તાલુકામાં 120 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદના કારણે તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો 75 ટકા પાક નાશ પામેલ છે. આ ઉપરાંત કેસર કેરી તથા નાળીયેરીના વૃક્ષોને પણ પારાવાર નુકસાન થયેલું છે. કેસર કેરીના પાક તથા વૃક્ષોને થયેલા નુકસાનનો સર્વે કરાવી ખેડુતોને સહાય માટે અલગ-અલગ સહાય પેકેજ શહેર કરવાની માગણી સાથે ઠરાવ કરવામાં આવ્યો હતો.

આર્થિક નુકસાનથી ખેડૂતો પાયમાલ થઈ ગયા

ઠરાવમાં ઉમેર્યુ હતું કે, 120થી વધુ કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ આઠ કલાકમાં તાલાલા પંથકના 45 ગામના ખેડૂતોની કેસર કેરીનો પાક તથા વૃક્ષોને અકલ્પનીય આર્થિક નુકસાન કરતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. વાવાઝોડાના કારણે થયેલ ખાનાખરાબીને કારણે નોંધારા થઈ ગયેલા તાલાલા પંથકના ખેડૂતો દસ વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે. જેથી ખેડૂતોને તાકિદની સહાય ચુકવવી અનિવાર્ય હોય કેરીનો પાક તથા વૃક્ષોને થયેલ નુકસાનીનું અલગ-અલગ રાહત સહાય પેકેજ જાહેર કર્યા વિના વિલંબે નુકસાનીનું વળતર ચુકવવા માગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:રાજકોટ આગામી 27 જાન્યુઆરીએ ખેડૂત સંમેલન યોજાશે

તાલાલા મામલતદાર મારફત મુખ્યપ્રધાનને આવેદન

સંમેલનમાં થયેલી સહાય માગણીના ઠરાવ સાથે તાલાલા મામલતદાર મારફત મુખ્યપ્રધાનને આવેદનપત્ર મોકલી તૌકતે વાવાઝોડાએ પાયમાલ કરી નાખેલા છે. જેથી તાલાલા પંથકના ખેડૂતોને ત્વરીત મદદરૂપ થવા માગણી કરવામાં આવી છે.

તાલાલામાં આંબા અને નાળિયેરીના નુકસાનીનો અલગ સર્વે કરાવવા મુદ્દે આવેદન
તાલાલા પંકથના સેટલમેન્ટના 14 ગામોને પણ સહાય ચુકવો

તાલાલા પંથકમાં 120 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ખેડૂતોનું નુકસાન ભરપાઈ થઈ શકે નહીં. રાજયના મહેસુલી ગામથી પણ વધારે જંગલમાં આવેલ 14 સેટલમેન્ટના ગામોને નુકસાન થયું છે. આજ સુધી સેટલમેન્ટના ગામોના ખેડુતોને સરકારની કિસાન કલ્યાણ યોજનાનો કોઈ પણ લાભ મળતો નથી. તે ધ્યાને લઈ વાવાઝોડાની નુકસાનીનું વળતર આપવા જાહેર થનારા રાહત પેકેજમાં સેટલમેન્ટના ગામોનો પણ સમાવેશ કરવા બિન રાજકીય ખેડુત સંગઠનના મિની સંમેલનમાં માગણી કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:ખેડૂત સંમેલનની પરવાનગી મામલો, પોલીસ સ્ટેશનમા જ સારૂ કર્યા ધરણા

મોટાપાયે કેરી ખરી હોય તેને ધ્યાને લઈ કેનીંગ પ્લાન શરૂ કરો

તાલાલ પંથકનું વિશ્વ પ્રસિધ્ધ અમૃતફળ કેસર કેરીના પાકનો વિસ્તાર દિવસે-દિવસે વધતો જાય છે. પરીણામે તાલાલા પંથક સહિત અન્ય સાતથી આઠ તાલુકામાંથી કેસર કેરીનો પાક તૈયાર થાય છે. કેસર કેરીનો પાક દર વર્ષે અનુકુળ આબોહવાના અભાવે તથા કુદરતી આફતોનો ભોગ બનશે. જેને કારણે કેસર કેરીના ઉત્પાદન કિસાનોનો વિકાસ થતો નથી. માટે તાલાલા પંથકનું અમૃતફળ કેસર કેરીનો પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં સમાવેશ કરવા તથા કેસર કેરીના પાકનો સમયસર પોષણક્ષમ ભાવથી વેચાણ કરી શકે માટે આ વિસ્તારમાં સરકારે કેનીંગ પ્લાન શરૂ કરવા લાંબા સમયથી માંગણી કરવામાં આવે છે.

Last Updated : May 24, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details