ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાદેવના સાનિધ્ય સોમનાથમાં ભાવિકો માટે દર્શન બંધ કરવા ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનની અપીલ - Gir somnath news

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો આંકડો 300ને પાર પહોંચ્યો છે. ત્યારે શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે દેશ વિદેશમાંથી આવતા ભાવિકો સાથે કોરોનાના સંક્રમણ નો ખતરો વધી રહ્યો છે. જેના કારણે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સે સોમનાથમાં દર્શને આવતા યાત્રિકોની પ્રવેશ બંધી કરવા માટે સોમનાથ ટ્રસ્ટને આવેદનપત્ર આપ્યું હતું.

somnath temple
સોમનાથ મહાદેવ મંદિર

By

Published : Jul 23, 2020, 8:14 PM IST

ગીર સોમનાથઃ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ગીરસોમનાથ જિલ્લાના તમામ ડૉકટર્સે હસ્તાક્ષર કરી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં સોમનાથને ચીનનું વુહાન બનતું અટકાવવા માટે સોમનાથ મંદિરમાં લોકોના દર્શન અટકાવવા અનુરોધ કર્યો હતો.

વાંચોઃ સોમનાથમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવતી વખતે પોલીસ-યાત્રી વચ્ચે ઘર્ષણ

હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે મહાદેવના દર્શન અને સોશિયલ ડિસ્ટન્સને લઈને પોલીસ અને યાત્રી સામ સામે આવી ગયા હતાં.


આ સાથે જ ડૉક્ટર્સે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને પણ આ આવેદનપત્ર ઇમેઇલ દ્વારા મોકલ્યું હતું. આ ઉપરાંત શિવભક્તોને અપીલ કરી હતી કે, આ કપરી પરિસ્થિતિમાં જો બચી જશું તો જ આવતા શ્રાવણ માસમાં ભગવાનને ભજી શકશું.

સોમનાથમાં ભાવિકો માટે દર્શન બંધ કરવા ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનની અપીલ

આ પણ વાંચોઃ જાણો કેવો રહ્યો જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણનો પહેલો દિવસ

સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓનું કેહવું છે કે, સોમનાથ મંદિરે આવતા યાત્રિકોને માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવે છે. છતાં ડૉક્ટર્સના આવેદન પત્ર બાબતે સંલગ્ન વિભાગો અને તંત્ર સાથે ચર્ચા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details